These 5 items of silver in the house will be successful in every work
  • Home
  • Astrology
  • ઘરમાં રાખશો ચાંદીની આ 5 વસ્તુઓ તો દરેક કામ થશે સફળ

ઘરમાં રાખશો ચાંદીની આ 5 વસ્તુઓ તો દરેક કામ થશે સફળ

 | 3:26 pm IST

ધન, ધાન, સુખ, સમૃદ્ધિ, સફળતા, બરકત અને શાંતિ માટે વ્યક્તિ ઘણા બધા ઉપાય કરે છે. આવો આજે અમે તમને જણાવીએ કે ચાંદીના કેટલાક ઉપાય, જો ઘરમાં કે કે તમારી પાસે ચાંદીની આ વસ્તુઓ હશે તો દુનિયાની કોઇપણ તાકાત તમને આગળ વધવાથી કે ધનવાન થવાથી રોકી શકશે નહીં.

ઘરમાં ચાંદીનો ગ્લાસ જરૂરથી રાખવો જોઇએ અને ચાંદીના ગ્લાસથી જ પાણી પીવું જોઇએ. ચાંદીના ગ્લાસથી પાણી પીવાથી અને તેને ઘરમાં રાખવાથી રાહુ અને કેતુનો પ્રકોપ ક્યારેય આવશે નહીં.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ચાંદીનો હાથી રાખવાથી વેપારમાં વધારે પ્રમાણમાં લાભ થાય છે અને વેપારમાં ક્યારે નુકસાન આવતું નથી.

ચાંદીની વીંટી, ચેઇન કે ચાંદીનું કડુ પહેરવાથી વિવાહમાં આવી રહેલી અટકળો દૂર થઇ જાય છે.

ચાંદીનો ચોરસ ટૂકડો ખીસામાં રાખવાથી નોકરીમાં આવી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે અને જલદીથી જલદી નોકરી પણ મળી જાય છે.

ચાંદીની નાની ગોળી પર્સમાં રાખવાથી પણ પરસ્પર સંબંધોમાં મધુરતા બની રહે છે. આ ગોળી નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે.