apshukan: these 8 happenings in early morning do not gives good result
  • Home
  • Astrology
  • આ આઠ ઘટનાઓ નથી શુભ, સવારમાં જ ઉઠતાવેંત જોવા મળે તો બગડે છે દિવસ

આ આઠ ઘટનાઓ નથી શુભ, સવારમાં જ ઉઠતાવેંત જોવા મળે તો બગડે છે દિવસ

 | 7:50 pm IST

આપણે અનેક લોકોને એવી વાત કરતાં સાંભળીએ છીએ કે આજે તો કોનું મોઢું જોયું હશે કે દિવસ બગડી ગયો. શુકનશાસ્ત્રમાં કેટલીક એવી ઘટનાઓ વિશે ઉલ્લેખ છે કે જે સવારના પહોરમાં જોવા મળે તો દિવસ બગડી જાય છે. જો ખરેખર સવારમાં આવી અણધારી ઘટનાઓ જોવા મળે તો તે દિવસમાં કંઈક અણધાર્યુ બનવાના સંકેત આપે છે ? જો ન જાણતાં હોય તો આજે જાણી લો કે શુકનશાસ્ત્ર પ્રમાણે સવારમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે તો દિવસ નિવડશે ખરાબ તેવો સંકેત સમજવો.

1. સવારમાં ઊઠીને તુરંત નજર સામે અરીસો જોવા મળે તેને અપશુકન માનવામાં આવે છે. તેમાં પણ જો તુટેલો અરીસામાં મોં જોવામાં આવે તો તે દિવસે બનતા કામ પણ બગડી જાય છે.
2. બહાર જતી વખતે કોઈ વ્યક્તિ હાથમાં દૂધ લઈને આવતી જોવા મળે તો તે પણ સારું શુકન નથી. તેલ લઈને આવતી કોઈ વ્યક્તિ જોવા મળે તો પણ તે સારા શુકન નથી.
3. સવારમાં ઘરની બહાર નીકળો અને જો કીચડમાં બેઠેલો કૂતરો દેખાય તો તે પણ સારું શુકન નથી.
4. સવારમાં જો આંખે કાણું વ્યક્તિ દેખાય તો તે સારા શુકન નથી.
5. સવાર સવારમાં કૂતરા મૈથુન કરતા જોવા મળે તો તેને પણ દિવસ ખરાબ જવાનો સંકેત માનવામાં આવે છે.
6. સવાર સવારમાં બાળકના રડવાનો અવાજ સંભળાય કે પછી બહાર નીકળો અને સામે રડતું બાળક મળે તો તે પણ અપશુકન છે.
7. કોઈ સારા કામ માટે જતા હોય અને બહાર ખાલી વાસણ કે કચરાપેટી જોવા મળે તો તે કામને ટાળી દેવું.
8. સવારે ઘરની બહાર ગધેડો કે વાંદરો જોવા મળે તો તે પણ તે સારા શુકન નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન