Shrilanka: These 8 Terrorist Did Bomb Blast In Shrilanka
  • Home
  • Featured
  • આ 8 આતંકવાદીઓએ શ્રીલંકામાં કર્યો નરસંહાર, સામે આવી પહેલી તસવીર

આ 8 આતંકવાદીઓએ શ્રીલંકામાં કર્યો નરસંહાર, સામે આવી પહેલી તસવીર

 | 10:39 pm IST

શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકાઓની જવાબદારી લીધા બાદ હવે આતંકી સંગઠન ઇસ્લામિક ઇસ્ટેટ(IS)એ આ હુમલામાં સામેલ આતંકવાદીઓની તસવીર પણ જાહેર કરી દીધી છે. IS દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરને લઇને કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીરમાં જોવા મળી રહેલા 8 લોકોએ શ્રીલંકામાં આતંકવાદી હુમલો કર્યો હતો. ટ્વિટર પર જાહેર કરવામાં આવેલી તસવીરમાં કાળા કપડા પહેરેલા 8 આતંકવાદીઓ જોવા મલી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે જ શ્રીલંકામાં તબાહી મચાવી હતી. તસવીરમાં જોવા મળી રહ્યા તમામ આતંકીઓમાંથી ફક્ત એક આતંકવાદીએ પોતાનું મોઢું ઢાંક્યું નથી.

આ પહેલા આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી હતી અને રૉયટર્સે અમાક ન્યૂઝ એજન્સીથી આ સમાચારની પુષ્ટિ કરી હતી. જણાવી દઇએ કે હજુ પણ હુમલામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મંગળવાર સુધી હુમલામાં મરનારાઓની સંખ્યા 300 સુધી પહોંચી ગઈ છે. જણાવી દઇએ કે રવિવારનાં હુમલો થયા બાદ સોમવારે પણ હુમલાનું સંકટ તોળાતું રહ્યું. પેટ્ટાનાં મુખ્ય બસ સ્ટેશન પર સોમવારનાં 87 ડેટોનેટર મળી આવ્યા, જેનાથી આ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ ઉપરાંત એરપોર્ટ નજીક પણ એક જીવતો બૉમ્બ મળી આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાડોશી દેશ શ્રીલંકામાં રવિવારનાં ઈસ્ટરનાં અવસર પર દેશમાં 8 જગ્યાએ શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ કર્યા હતા. 300માંથી કુલ 45 લોકો વિદેશી છે જેમનાં મોત થયા છે. આ બૉમ્બ વિસ્ફોટમાં 11 ભારતીયોનાં પણ મોત થયા છે. ઘાયલોની સંખ્યા 500ની આસપાસ છે. શ્રીલંકાઈ સરકાર તરફથી આ હુમલા માટે શ્રીલંકાઈ મુસ્લિમ ગ્રુપ નેશનલ તૌહિદ જમાત (એનટીજે)ને જવાબદાર ગણાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન