These Actors Were Teaching in School Before They Started Acting in Bollywood
  • Home
  • Entertainment
  • Bollywood
  • Teacher’s Day: આ સ્ટાર્સ અભિનય પહેલા સ્કૂલમાં બાળકોને ભણાવતા હતા

Teacher’s Day: આ સ્ટાર્સ અભિનય પહેલા સ્કૂલમાં બાળકોને ભણાવતા હતા

 | 12:58 pm IST

બોલીવુડનાં ઘણા સ્ટાર્સ ફિલ્મોમાં આવ્યા પહેલા શિક્ષક તરીકે કામ કરતા હતા. બોલીવુડનો ‘ખેલાડી’ અક્ષય કુમાર મુંબઈમાં બોલીવુડમાં એન્ટ્રી પહેલા માર્શલ આર્ટ્સ ટીચર હતો. અક્ષય સિવાય એવા ઘણા કલાકારો છે જેઓ સ્કૂલમાં બાળકોને ભણાવતા હતા. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારનાં એક વિદ્યાર્થીએ જ તેમને મૉડલિંગ કરવાની સલાહ આપી હતી.

જાણીતા કોમેડિયન, એક્ટર, ડાયરેક્ટર અને ડાયલૉગ રાઇટર કાદર ખાન મુંબઈમાં એક કૉલેજમાં સિવિલ એન્જિનીયરનાં પ્રોફેસર રહી ચુક્યા છે. કાદરખાન મુંબઈનાં ભાયખલામાં આવેલી M.H. Sboo Siddik College of Engineeringમાં ભણાવતા હતા. અભિનેતા અનુપમ ખેર સમય સમય પર પોતાના એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓની સ્પેશિયલ ક્લાસ લે છે અને એક્ટિંગ શીખવાડે છે. દિલ્લી સ્કૂલ ઑફ સોશિયલ વર્કથી માસ્ટર્સ કર્યા બાદ અભિનેત્રી નંદિતા દાસે થિયેટરની સાથે સાથે ઋષિ વૈલી સ્કૂલમાં ભણાવવાનું શરૂ કરી દીધું હતુ.

પોતાના જમાનામાં પોતાની એક્ટિંગનો જાદૂ ચલાવનારા બલરાજ સાહનીએ લાહૌર યુનિવર્સિટી અને પંજાબ યૂનિવર્સિટીથી અંગ્રેજીમાં ડબલ ડિગ્રી મેળવી હતી. આ ઉપરાંત તેમણે બેચલર ડિગ્રી મેળવી હતી. વર્ષ 1990નાં સમયે તેઓ રાવલપિંડીથી બંગાળ આવી ગયા અને અહીં આવીને તેમણે વિશ્વ ભારતી યૂનિવર્સિટીમાં ઇંગ્લિશ અને હિન્દીનાં ટીચર તરીકે ભણાવવાનું શરૂ કર્યું. ફિલ્મોમાં અને થિયેટરમાં સારુ કેરિયર હોવા છતા શાનદાર કૉમેડિયન અને એક્ટર ઉત્પલ દત્ત કોલકાતાનાં સાઉથ પ્વાંઇટ સ્કૂલમાં અંગ્રેજી ભણાવતા હતા. ‘માચિસ’ ફિલ્મથી બોલીવુડમાં પોતાનું કેરિયર શરૂ કરનાર અભિનેતા ચંદ્રચૂડ સિંહ દેહરાદૂનમાં સંગીત શિક્ષક હતા.

બોલીવુડમાં હંમેશા ફિરંગી પાત્રમાં જોવા મળતા અભિનેતા ટૉમ ઑલ્ટર ફિલ્મોમાં એન્ટ્રી પહેલા હરિયાણાનાં જગાધરીમાં St. Thomas Schoolમાં ક્રિકેટનાં કોચ હતા. ઑસ્ટ્રેલિયન બેસ્ડ બોલીવુડ એક્ટર બૉબ ક્રિસ્ટો અને કૉમેડિયન કંવરજીત પેંટલ પણ ટીચર તરીકે કામ કરી ચુક્યા છે.