Pinch of salt can make you rich Remove vastu dosh
  • Home
  • Astrology
  • ચપટી મીઠાને ન ગણશો સામાન્ય, આ પ્રયોગ કરશો તો બની જશો ધનવાન

ચપટી મીઠાને ન ગણશો સામાન્ય, આ પ્રયોગ કરશો તો બની જશો ધનવાન

 | 3:40 pm IST

તંત્ર-મંત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં મીઠાંનો પ્રયોગ વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર મીઠામાં ગજબની શક્તિ હોય છે. જે તમારા ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે તેમજ ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

મીઠાંનો ઉપયોગ નજરદોષ ઉતારવા માટે કરવામાં આવે છે. જો તમને લાગતું હોય કે તમને કે તમારા પરિવારને કોઈની નજર લાગી હોય તો એક ચપટી મીઠું લઈને ત્રણ વાર તેના પર ફેરવીને બહાર ફેંકી દો. એનાથી નજરદોષ ખતમ થઈ જાય છે.

વાસ્તુ વિજ્ઞાન અનુસાર કાચના પ્યાલામાં મીઠું ભરીને શૌચાલયમાં અને બાથરૂમમાં રાખવું જોઈએ. તેનાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે. મીઠું અને અરીસો કે કાચ બંને જ રાહુની વસ્તુઓ છે. તેનાથી રાહુનો નકારાત્મક પ્રભાવ દૂર કરવાના કામમાં આવે છે. રાહુ નકારાત્મક ઉર્જા અને તેના કીટાણુઓનો પણ કારક માનવામાં આવે છે. જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે.

કાચના વાસણમાં મીઠું ભરીને કોઈ ખુણામાં રાખી દેવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. રાહુ અને કેતુની દશા ચાવી રહી હોય ત્યારે જ્યારે મનમાં ખરાબ વિચાર આવે કે ડર પેદા થવા લાગે ત્યારે આ પ્રયોગ કરવો બેહદ લાભદાયી નિવડે છે.

મીઠાને લાલ રંગના કપડાંમાં બાંધીને ઘરના મુખ્યદ્વાર પર લટકાવાથી ઘરમાં ખરાબ તાકાતોને પ્રવેશ મળતો નથી. વેપારમાં ઉન્નતિ માટે પોતાના વેપાર સ્થળના મુખ્ય દ્વારે અને તિજોરીની ઉપર લટકાવવું લાભપ્રદ માનવામાં આવે છે. મીઠાંનો આ રીતે ઉપયોગ કરવાથી વેપારમાં ઉન્નતિ થાય છે અને વ્યક્તિ અમીર થાય છે.

અઠવાડિયામાં એક વાર પાણીમાં મીઠું નાંખીને બાળકને નવડાવો તેનાથી બાળક કોઈની નજરદોષમાંથી બચી જાય છે. તેમજ જો તેના સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી હોય તો તે દૂર થઈ જાય છે.

આ વીડિયો જુઓ: જાણો સોપારીથી ફળપ્રાપ્તિ વિશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન