Photos: These are hottest new couples in Bollywood
  • Home
  • Featured
  • Photos: વિકી કૌશલથી કિયારા અડવાણી સુધી આ રહ્યાં બોલિવૂડના નવા હોટ કપલ્સ

Photos: વિકી કૌશલથી કિયારા અડવાણી સુધી આ રહ્યાં બોલિવૂડના નવા હોટ કપલ્સ

 | 7:54 am IST

બોલિવુડમાં હાલ કેટલાયે નવા નવા કપલ ફરી રહ્યા છે જેઓએ પોતાના સંબંધોને છુપાવી રાખવાને બદલે છડે ચોક જાહેર કર્યા છે. હાથમાં હાથ નાખી ફરતી આ નવી પેઢીના નવા યુગલો છે. જેમાં આલિયા ભટ્ટ-રણબીર, મલાઈકા અરોરા-અર્જુન કપૂર જેવા નામ મોખરે છે. એવા પણ કેટલાક કપલ છે જેમણે આ વર્ષે ખાસ પ્રશંસકોનું ધ્યાન ખેંચ્યુ છે.

વિકી કૌશલ કેટરીના કૈફ
આ કપલે એક સાથે આવીને સૌને ચોંકાવી દીધા હતા. વિકી અને કૈટરીના એક એવોર્ડશોથી લાઈમલાઇટમાં આવ્યા છે. જો કે હજુ સુધી આ જોડીએ પોતાના અફેરની વાત જાહેર કરી નથી. હાલ તો એકબીજા સાથે સમય વીતાવી રહ્યા છે.

તારા સુતરિયા અને આદર જૈન
સ્ટુડન્ટ ઓફ ધ ઈયર-2થી બોલિવુડમાં ડેબ્યુ કરનાર તારાની મરજાવાં ફિલ્મ હમણાં જ રિલીઝ થઈ છે. કરીનાના ભાઈ આદર જૈન સાથે તેનું નામ જોડાતા તારા ચર્ચામાં રહી છે.

સિદ્ધાર્થ મલહોત્રા કિયારા અડવાણી
સિદ્ધાર્થ અને કિયારાને ફિલ્મમેકર કરણ જૌહરે એક પાર્ટીમાં મેળવી આપ્યા હતા. સિદ્ધાર્થ અને કિયારા શેરશાહ ફિલ્મમાં એક સાથે નજર આવશે.

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ
બોલિવુડ સેલિબ્રિટિઝ અને ક્રિકેટર્સ એક બીજાને ડેટ કરી રહ્યા હોય તેવા કેટલાયે કિસ્સાઓ આપણી સામે છે. સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી હાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે કેએલ રાહુલ સાથે સંબંધને લઈને ચર્ચામાં છે.

સુશાંત સિંહ રાજપુત અને રિયા ચક્રવર્તી
સુશાંત સિંહ અને રિયા મૂવી ડેટ્સ અને આઉટિંગ્સ અને અફેરને લઈને ચર્ચામાં છે. એકબીજા સાથે સમય વિતાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન