આ છે ભારતના પાંચ સૌથી ખતરનાક રસ્તાઓ, ભલ ભલાને રસ્તો ઓળંગતા છુટે પરસેવો

દરેકને હરવા ફરવાનો શોખ હોય છે. લોકો તેના સમયને અનુરૂપ ફરવાનો પ્લાન કરતા હોય છે. નવી નવી જગ્યાએ સમય વિતાવવાનું પસંદ કરે છે. લોકોને લોન્ગ ડ્રાઇવ પર જાવુ ખુબજ ગમે છે. લોન્ગ ડ્રાઇવ પર દોસ્તો સાથે ફરવાની એક અલગ જ મજા હોય છે. નવી નવી જગ્યાએ ફરવાનું ત્યાં રહેલી વિશેષતાઓ અનુભવવાની અને નવુ નવપ ખાવાનું કેવી મજા પડે.
જો કે કેટલાક રસ્તાઓ એવા છે જે એડવેન્ચરથી ભરપુર રહેલા છે. આ જગ્યાનું નામ સાંભળતાજ ભલભલાનો પરસેવો છુટવા લાગે છે. જો તમે પણ આવી જગ્યાએ ફરવા જવાનું વિચારતા હો તો આજે આવા જ ડરામણા રસ્તાઓની વાત કરીએ.
થ્રી લેવલ ઝિગ જેક રોડ
થ્રી લેવલ ઝિગ જેક રોડ સિક્કિમમાં આવેલો છે. આ રસ્તો ખુબજ ગોળગોળ છે તમને આ રસ્તા પર મનમોહી લે તેવા દૃશ્યો જોવા મળશે. જો કે આ રસ્તો ખુબજ ખતરનાક માનવામાં આવે છે.
રોહતાંગ પાસ
હિમાચલ પ્રદેશ અને લદાખને જે રસ્તો જોડે છે તેને આપણે રોહતાંગ પાસના નામે ઓળખીએ છીએ. આ રસ્તા પર તમે વાહન ઝડપથી ચલાવી ન શકો, કેમકે અહીં ટ્રાફીક જામ થવો ખુબજ સામાન્ય વાત છે. આથી અહીં ગાડીઓ ખુબજ ધીમી ધીમી ચાલે છે. ઠંડીમાં અહી બરફ પડે છે આથી દુર્ઘટનાઓ પણ સર્જાય છે.
ચાંગ લા પાસ
આખુ વર્ષ જ્યાં બરફની ચાદર ઢંકાયેલી હોય તે ચાંગ લા પાસ લદાખ તિબ્બેટને જોડતો માર્ગ છે. અહી જતા પહેલા ગરમ કપડા અને મેડિકલ કીટ સાથે જરૂર રાખવી જોઇએ. આ રસ્તો ખુબજ ઉંચાઇ પર આવેલ છે જેના કારણે અહીં ડ્રાઇવિંગ કરવાને ખુબજ ખતરનાક માનવામાં આવે છે.
માથેરાન નરેલ રોડ
માથેરાનથી નરેલ રોડને જોડનાર માર્ગ માથેરાન નરેલ રોડ કહેવામાં આવે છે. અહીની સુંદરતા કોઇને પણ આકર્ષિત કરે છે જો કે અહીની સડક ખુબજ ઢાળ વાળી હોવાથી તમે ઝડપ વધારી શકતા નથી.
નાથૂ લા પાસ
ભારતમાં સિક્કિમ અને દક્ષિણ તિબ્બતની ચુમ્બીને નાથુ લા પાસ જોડે છે. આ દુનિયાની સૌથી ઉંચી મોટરેબલ રોડ માનવામાં આવે છે. અહી ડ્રાઇવ કરવાને ખુબજ ખતરનાક માનવામાં આવે છે, અહી તો સારા સારા ડ્રાઇવરો પણ ગાડી ચલાવવાથી બચે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન