These are Parineeti Chopra's boyfriend? Front pictures
  • Home
  • Entertainment
  • Bollywood
  • શુ આ છે પરીણીતિ ચોપરાનો બોયફ્રેન્ડ? સામે આવી તસવીર

શુ આ છે પરીણીતિ ચોપરાનો બોયફ્રેન્ડ? સામે આવી તસવીર

 | 3:38 pm IST

બોલીવુડમાં લિંકઅપ અને બ્રેકઅપની ખબરો આવતી રહે છે. હાલમાં અભિનેત્રી પરીણીતિ ચોપરા પણ આવી જ કેટલીક ખબરોના કારણથી ચર્ચામાં આવી ગઇ છે. પરીણીતિ ચોપરા તેના રિલેશનશિપ અને પર્સનલ લાઇફને લઇને વધારે વાત કરતી નથી. જ્યારે હાલ પરીણીતિને લઇને જે ખબરો આવી રહી છે તે ફેન્સ માટે ખરેખર આશ્ચર્યજનક છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે કે તે લાંબા સમયથી એક શખ્સને ડેટ કરી રહી છે. આ શખ્સ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા છે. ખાસ વાત એ પણ છે કે પરીણીતિના નજીકના લોકોને આ દરેક વાત અંગે ખબર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તો પરીણીતિ ચોપરા આ વ્યક્તિને 2017થી ડેટ કરી રહી છે. જે ઇન્ડસ્ટ્રીના જાણીતા આસિસ્ટન્ટ ડાયરેક્ટર ચરિત દેસાઇ છે. પરીણીતિ આમ તો આ અંગે વાત નથી કરતી પરંતુ હાલમાં તેણે એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન ચરિત દેસાઇને ડેટ કરવાના સવાલ પર જવાબ આપ્યો છે. તેનું કહેવું છે રકે મારા પરિવાર અને મિત્રોને ખબર છે. જણાવી દઇએ કે ચરિત ગત વર્ષે પ્રિયંકા ચોપરાના લગ્નમાં પણ પરીણીતિની આસપાસ નજરે પડ્યા હતા.

પરીણીતિએ કહ્યું, મે આ વાત ક્યારે સ્વીકાર પણ નથી કરી અને નકારી પણ નથી, મારો પરિવાર, મિત્ર અને ઘણા લોકો હકીકત જાણે છે. આ મારી પર્સનલ લાઇફ છે જેથી હું કોઇ કોમેન્ટ કરવા માંગતી નથી. જણાવી દઇએ કે ચરિત ધર્મા પ્રોડક્શનની ઘણી ફિલ્મો માટે કામ કરી ચૂક્યા છે. તે સિવાય તેણે પ્રિયંકા ચોપડા અને ઋતિક રોશનની ફિલ્મ ‘અગ્નિપથ’માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન