These artists changed their names before entering B-town
  • Home
  • Entertainment
  • Bollywood
  • બી-ટાઉનમાં પ્રવેશ કરતાં પહેલાં નામ બદલ્યાં આ કલાકારોએ

બી-ટાઉનમાં પ્રવેશ કરતાં પહેલાં નામ બદલ્યાં આ કલાકારોએ

 | 7:40 am IST

ફિલ્મી ટ્રેક : મોના સુતરિયા

હિન્દી સિનેજગતમાં ઘણાં એવાં અભિનેતા – અભિનેત્રીઓ છે જેમણે ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું નામ બનાવ્યું છે. તેમણે તેમની મહેનતથી એક મુકામ હાંસલ કર્યો છે. સિનેજગતમાં આ કલાકારોએ બોલિવૂડમાં પ્રવેશતાની સાથે જ પોતાનું નામકરણ કર્યું છે. તેમનાં નામ બદલવા

પાછળનાં ઘણાં કારણો છે. કેટલાક કલાકારોએ ફિલ્મજગત સાથે બંધબેસતું રૂઆબદાર નામ રાખ્યું તો કેટલાક લોકોએ શુભ-અશુભની આડમાં પોતાનું નામ બદલ્યું છે. આ બધાની વચ્ચે ઘણા ચાહકોને તેમના ગમતા કલાકારોનાં સાચાં નામ પણ ખબર નહીં હોય. તો ચાલો આજે એવા કલાકારોની વાત કરીશું જેમણે ફિલ્મજગતમાં પ્રવેશતા પહેલાં પોતાનું નામ બદલ્યું હોય.

સલમાન ખાન

શરૂઆત કરીશું હેન્ડસમ હન્ક સલમાન ખાનથી. સલમાન ખાને હિન્દી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’ ફિલ્મમાં સહકલાકાર તરીકે પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ સલમાનને સૂરજ બરજાત્યાની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી મોટો બ્રેક મળ્યો અને ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. તેમાં તેનું નામ પ્રેમ હતું અને મજાની વાત તો એ છે કે તે પછીની જેટલી પણ ફિલ્મો આવી તેમાંની મોટાભાગની ફિલ્મોમાં તેના પાત્રનું નામ પ્રેમ રાખવામાં આવ્યું હતું. ધીરેધીરે તેની ફિલ્મીસફર આગળ વધી અને તે બોલિવૂડનો ટાઈગર, ચુલબુલ પાંડે, સલ્લુભાઈ, ભાઈજાન બન્યા અને આમ તેમના નામનું લિસ્ટ આગળ વધતું રહ્યું. પણ સલમાન ખાનનું અસલ નામ શું છે તે તમને ખબર છે? આ દબંગ ખાનનું અસલ નામ અબ્દુલ રશિદ સલીમ ખાન છે.

કેટરીના કૈફ

સલમાન ખાનની વાત આવે એટલે કેટરીનાનો ઉલ્લેખ થાય તે તો સ્વાભાવિક છે. બોલિવૂડની બાર્બી ડોલ તરીકે ઓળખાતી કેટરીનાએ પણ ફિલ્મોમાં આવ્યા પહેલાં તેનું નામકરણ કર્યું હતું. તે હિન્દી ફિલ્મોમાં આવી તે પહેલાં તેણે કેટલીક દક્ષિણની ફિલ્મો પણ કરી હતી. કેટરીનાનો જન્મ લંડનમાં થયો હતો. અને તેનું મૂળ નામ કેટ ટર્ક્વોટ છે. તેણે મોડેલિંગથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને કારકિર્દી માટે તેણે તેનું નામ કેટરીના રાખ્યું.

સૈફ અલી ખાન

પરિવારની પરંપરાને આગળ વધારતા સૈફ અલી ખાન પટોડીના નવાબ બન્યા. સૈફ અલી ખાનનું અસલ નામ સાજિદ અલી ખાન છે. પણ સિનેજગતમાં પ્રવેશ કરતાની સાથે જ તેણે પોતાનું નામ સૈફ અલી ખાન રાખ્યું. અને હાલમાં તેણે સાજિદ અલી ખાન કરતાં સૈફ અલી ખાનના નામથી વધારે લોકપ્રિયતા મેળવી છે.

અક્ષય કુમાર

હિન્દી ફિલ્મોના ખિલાડી અક્ષય કુમારનું સાચું નામ રાજીવ ભાટિયા છે. આ અભિનેતાએ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘ખિલાડી’ કરતા પહેલાં ફિલ્મ ‘સોગંદ’થી ફિલ્મી પડદે પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ તે ફિલ્મ ‘ખિલાડી’ નામની સતત આઠ ફિલ્મોમાં દેખાયો હતો. અક્ષય કુમારે એક્શન ઉપરાંત કોમેડી, ડ્રામા, સોશિયલ મેસેજવાળી ફિલ્મો પણ કરી છે. તેની મહેનત અને હુનરથી ફિલ્મ ઉદ્યોગમાં સિદ્ધિ હાંસલ કરી છે અને આગવું નામ બનાવ્યું છે.

અજય દેવગણ

તમને ખબર છે અજય દેવગણનું સાચું નામ વિશાલ દેવગણ છે. તેણે ફિલ્મ કારકિર્દી ખાતર પોતાનું નામ બદલ્યું હતું. અજય દેવગણે ૧૯૯૧માં હિન્દી ફિલ્મ ‘ફુલ ર કાંટે’થી કારકિર્દીની શરૂઆત કરી હતી. અજય દેવગણે એક્શન ફિલ્મોથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે કોમેડી ફિલ્મોમાં પણ તેણે પોતાનો પગદંડો જમાવ્યો છે. આજે તેની ગણના સફળ કલાકારોમાં થાય છે.

સની લિયોની

કેનેડામાં ઉછરેલી સની લિયોનીનું સાચં નામ કરનજિત કૌર વોહરા છે. તેનો જન્મ ઓન્ટારિયોના સાર્નિયામાં શીખ પંજાબી માતાપિતાના ઘરમાં થયો છે. જોકે તેનો ભાઈ તેને વ્હાલથી સની જ કહીને બોલાવે છે. આમ, તેણે તેના હુલામણા નામથી જ એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં સફળતા મેળવી. તે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરેલ રિયાલિટી શો બિગબોસ -૫માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. તે જ સમયગાળામાં દિગ્દર્શક મહેશ ભટ્ટની નજર તેના પર પડી અને તેને ફિલ્મ ‘જિસ્મ’માટે સાઈન કરી હતી. આ ઉપરાંત તે ‘રાગિની એમએમએસ’માં પણ જોવા મળી હતી.

જોન અબ્રાહમ

ઘણા લોકોને ખબર નથી કે જોન અબ્રાહમનું અસલી નામ ફરહાન અબ્રાહમ છે. તેણે જોન નામથી ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો, જે તેના વ્યક્તિત્વને સારું એવું સુટ કરતું હતું. અને તેનાં નામ અને વ્યક્તિત્વથી ફિલ્મોમાં શુભ શરૂઆત કરી. જોન તેની કારકિર્દીની શરૂઆતમાં ઘણી કોમેડી ફિલ્મોમાં જોવા મળ્યો જેમ કે, ગરમ મસાલા, દોસ્તાના, વેલકમ. ત્યારબાદ તે શૂટઆઉટ એટ વડાલા, સત્યમેવ જયતે, બાટલા હાઉસ અને બીજી ઘણી એક્શન ફિલ્મોમાં જોવા મળ્યો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન