These Bollywood actress who were pregnant before they got married
  • Home
  • Featured
  • Photos: બોલિવૂડની એવી એકટ્રેસ જેમણે લગ્ન કર્યા વગર જ માતૃત્વ ધારણ કર્યુ

Photos: બોલિવૂડની એવી એકટ્રેસ જેમણે લગ્ન કર્યા વગર જ માતૃત્વ ધારણ કર્યુ

 | 8:38 am IST

બોલિવૂડ જ્યાં કલાકારોના જીવનમાં સતત શું થઈ રહ્યુ છે તે જાણવા લોકો આતુર હોય છે. સોશિયલ મીડિયા પર સતત એ વાતની ચર્ચાઓ થતી રહે છે. હાલ સોશિયલ મીડિયામાં એકટ્રેસ એમી જૈક્સન છવાયેલી છે. લગ્ન કર્યા વગર જ આ અભિનેત્રી હાલ માતા બનવા જઈ રહી હોવાથી ચર્ચામાં છે. એમી જૈક્સન સોશિયલ મીડિયા પર છવાયેલી છે. બેબી બંપને ફ્લોટ કરતી તેની ખુબસુરત તસવીરો ચર્ચામાં છે. એમીએ તેના બોયફ્રેન્ડ George Panayioutou સાથે લગ્ન કર્યા નથી. એમી લગ્ન પહેલાજ પોતાના બાળકને દુનિયામાં લાવવા માંગે છે.

બોલીવૂડની આ પહેલી ઘટના નથી જેમાં કોઈ અભિનેત્રીએ લગ્ન પહેલાંજ બાળકને જન્મ આપ્યો હોય. ખુબસુરત એકટ્રેસ નેહા ધુપિયા અને અંગત બેદીના લગ્નએ પણ ખુબજ ચર્ચા જમાવી હતી. લગ્નના થોડા સમયમાં જ નેહાએ માતા બનવાની વાત જાહેર કરી બધાને ચોંકાવી દીધા હતા.

બોલિવૂડ એકટ્રેસ અર્જુન રામપાલે પોતાની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા સાથે લિવ ઈનથી રહે છે. હાલમાં જ ગૈબ્રિએલાએ બેબી બોયને જન્મ આપ્યો છે. અર્જુનનું આ ત્રીજુ સંતાન છે. અર્જુને તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા નથી.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની જાણીતી એકટ્રેસ નીના ગુપ્તાએ વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ સાથે અફેર કર્યુ જેની ખુબજ ચર્ચા જામી હતી. નીનીએ લગ્ન કર્યા વગર જ 1989માં પુત્રી મસાબાને જન્મ આપ્યો હતો.

કમલ હાસન પરણિત હોવા છતાં એકટ્રેસ સારિકાએ તેને પ્રેમ કર્યો હતો. પત્નીને તલાક આપ્યા પછી કમલ સારિકા સાથે રહેવા લાગ્યો. સારિકાએ પહેલી પુત્રી શ્રુતિ હસનને જન્મ આપ્યો પુત્રીના જન્મ પછી આ કપલે લગ્ન કર્યા.

મની હૈ તો હની હૈ, નો એન્ટ્રી અને અપના સપના મની મની જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી સેલિના જેટલીએ 2011માં બોયફ્રેન્ડ પીટર હોગ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 8 મહિના પછી જોડીયા બાળકોને જન્મ આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન