These Stars Adopted Kids and Uplifted Their Life
  • Home
  • Photo Gallery
  • Photos: આ સ્ટાર્સની દરિયાદિલી જોઈ થઈ જશો ફેન, અનાથ બાળકો માટે બન્યા તારણહાર

Photos: આ સ્ટાર્સની દરિયાદિલી જોઈ થઈ જશો ફેન, અનાથ બાળકો માટે બન્યા તારણહાર

 | 6:22 pm IST

મોટા પડદા પર એક્ટિંગ કરી રહેલા સ્ટાર્સની છાતીમાં પણ એક પ્રેમાળ હ્રદય હોય છે. જે ફક્ત હીરો કે હીરોઇન માટે જ નહીં, પરંતુ રસ્તાનાં કિનારે પડેલા એકલા બાળકોને જોઇને પણ ધડકવા માંડે છે. આપણને લાગે છે કે સ્ટાર્સને ખાસ કોઈપણ સમસ્યાઓની ચિંતા હોતી નથી, પરંતુ બધા આવા નથી હોતા. બોલીવુડનાં ઘણા સ્ટાર્સે ના ફક્ત આવા નાના બાળકોને ઉછેર્યા છે જેમને મરવા માટે રસ્તા પર છોડી દેવામાં આવ્યા હતા, પરંતુ એ બધું જ કર્યું જે એક મા પોતાના બાળક માટે કરતી હોય છે. આવો આપણે એવા કેટલાક સ્ટાર્સ વિશે જાણીએ.

વિશ્વ સુંદરી સુષ્મિતા સેનની જિંદગીમાં ઘણા અફેર રહ્યા, પરંતુ તેમની જિંદગીમાં 2 નાની-નાની પરીઓ આવી તો તેણે પોતાની બધી જ વ્યસ્તતાઓને બાજુએ મુકી તેમને પોતાની જિંદગી બનાવી લીધી. સુષ્મિતા સેને રેને અને અલીશા નામની 2 દીકરીઓ દત્તક લીધી છે. સુષ્મિતા ઘણીવાર કહી ચુકી છે કે તેને પોતાની આ બે દીકરીઓ સાથે એટલી ખુશી મળે છે કે તેને લગ્ન કરવાની જરૂરીયાત નથી લાગતી.

મિથુન ચક્રવર્તીનાં 4 બાળકો છે. 2 દીકરીઓ અને 2 દીકરા, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેમની નાની દીકરી ઇશાની તેમની કચરાનાં ઢગલા પાસેથી મળી આવી હતી. પડદા પર ગુંડાઓને ધૂળ ચટાડનારા મિથુનને જ્યારે દૂધ પીતી બાળકીની અવાજ સાંભળી તો તેમનું હ્રદય ભરાઈ આવ્યું અને તેને ઘરે લઇ ગયા. મિથુન ઇશાનીને પોતાના સગા બાળકની જેમ રાખે છે.

જે ઉંમરમાં હીરોઇનનાં મગજમાં ફક્તને ફક્ત કેરિયર જ હોય તે ઉંમરમાં રવીના ટંડને 2 દીકરીઓને દત્તક લીધી અને તેમની સારી જિંદગી આપવાનું નક્કી કર્યું. તે વખતે રવીના ટંડનની ઉંમર ફક્ત 21 વર્ષની હતી, જ્યારે તેણે પૂજા અને છાયાને દત્તક લીધી અને તેમનું પાલન-પોષણ કર્યું. સલમાન ખાનની બહેન અર્પિતા આજે જાણીતી છે. જો કે અર્પિતા સલીમ ખાનની દીકરી નથી, પરંતુ તેને દત્તક લેવામાં આવી હતી. આજે અર્પિતા ખાન પરિવારની જાન છે. એટલા સુધી કે સલમાનની બહેન અલવીરા તેની સાથે ઓછી જોવા મળે છે અને અર્પિતા વધારે.

‘કુછ કુછ હોતા હૈ’ અને ‘કલ હો ના હો’ જેવી ફિલ્મોનાં નિર્દેશક નિખિલ અડવાણીએ દીકરી કાયાને દત્તક લીધી છે. તે વખતે કાયા 4 વર્ષની હતી. દક્ષિણ ભારતની જાણીતી હીરોઇન શોભનાએ દીકરી અનંથનરાયને દત્તક લીધેલી છે. જાણીતા ડાન્સ ટીચર સંદીપ સોપારકરે 2007માં અર્જુન નામનાં એક બાળકને દત્તક લીધો હતો. જ્યારે તેમને આ નિર્ણય કર્યો ત્યારે તેમના લગ્ન નહોતા થયા. ત્યારબાદ તેમણે જેસી રંધાવા સાથે લગ્ન કર્યા હતા. જાણીતા નિર્દેશક સુભાષ ઘઈએ મેઘના નામની દીકરીને દત્તક લીધી હતી. તેમણે મેઘનાને ભણવા માટે લંડન મોકલી હતી. મેઘનાનાં લગ્ન રાહુલ પુરી સાથે થયા છે.

‘ખોસલા કા ઘોંસલા’ જેવી ફિલ્મોનાં નિર્દેશક દિબાકર બેનર્જી અને તેમની પત્ની રિચાએ મુંબઈનાં અનાથઘરથી ઇરા નામની બાળકીને દત્તક લીધી હતી. જાણીતા નિર્દેશક કુણાલ કોહલીએ પણ દીકરી દત્તક લીધી છે. રાધા નામની બાળકીને કુણાલ અને તેમની પત્ની રવીનાએ દત્તક લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન