these-bollywood-stars-change-their-name-before-debut-in-bollywood
  • Home
  • Photo Gallery
  • Photos : બોલીવુડના આ સ્ટાર્સે સફળતા મેળવવા બદલ્યું હતું નામ

Photos : બોલીવુડના આ સ્ટાર્સે સફળતા મેળવવા બદલ્યું હતું નામ

 | 2:55 pm IST

બોલીવુડમાં સ્ટાર્સ સફળ થવા માટે અવનવા રસ્તાઓ અપનાવતા હોય છે. ક્યારેક પુજાપાઠ કરે તો ક્યારેક નામ બદલે. આ લિસ્ટમાં સલમાન ખાનથી લઇને સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના નામનો સમાવેશ થાય છે.

સની લિયોનીનું અસલી નામ કરણજીત કૌર છે. તો રજનીકાંતનું અસલી નામ શિવાજીરાવ ગાયકવાડ છે. ફિલ્મોમાં આવ્યા તે પહેલા તેઓ કર્ણાટક સ્ટેટ ટ્રાંસપોર્ટમાં બેંગ્લોરમાં બસ કંડકટર તરીકે કામ કરતાં હતા. તો અક્ષય કુમારનું સાચુ નામ રાજીવ ભાટીયા છે. એક ફિલ્મમાં લીડ રોલનું નામ અક્ષય હતું જે તેઓને ગમ્યુ અને તેઓએ તેને અપનાવી લીધું.

કૈટરીના કૈફનું સાચુ નામ કૈટરીના ટરકોટ હતુ. ટરકૌટ તેમની માતાની સરનેમ છે જ્યારે કૈફ તેમના પિતાની સરનેમ છે. બોલીવુડમાં તેને લાગ્યું કે ટરકૌટ કરતાં કૈફ બોલવું સહેલું પડશે આથી તેણે તે સરનેમ અપનાવી.

શિલ્પા શેટ્ટીનું સાચુ નામ અશ્વિની છે. શિલ્પા શેટ્ટીનું નામ રાખવાનો આઇડીયા તેમની માતા સુનંદા શેટ્ટીનો હતો. સુનંદા એક એસ્ટ્રોલોજર છે અને તેને લાગ્યું કે તેમની દીકરીનુ નામ બદલવું જોઇએ. મર્ડર ગર્લ તરીકે જાણીતી મલ્લિકા શેરાવતનું સાચુ નામ રીમા લાંબા છે. લોકોને નામને લઇને કોઇ કન્ફ્યુઝન ન થાય તે માટે તેણે તેમનું નામ બદલી નાખ્યું હતુ. તો આજે જેમના નામથી બોક્સ ઓફીસ છલકાય છે તે સલમાન ખાનનુ સાચુ નામ અબ્દુલ રશીદ સલીમ ખાન હતુ. પરંતુ તેણે ફિલ્મો માટે સલમાન ખાન નામ અપનાવ્યું અને તે તેને ફળ્યું પણ ખરૂ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન