These Bollywood Start Became Friends Again After little Fight
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Friendship Day: અજયથી લઇને સલમાન, બોલિવુડનાં આ સ્ટાર્સ દુશ્મની ભૂલીને થયા એક

Friendship Day: અજયથી લઇને સલમાન, બોલિવુડનાં આ સ્ટાર્સ દુશ્મની ભૂલીને થયા એક

 | 2:07 pm IST
  • Share

ક્યારેક કૉમ્પીટીશનનાં નામે તો ક્યારેક પબ્લિસિટીનાં નામે અવાર-નવાર બૉલિવુડ સ્ટાર્સમાં અણબનાવ બનતો રહે છે, પરંતુ દોસ્તીનાં કેટલાક ઉદાહરણ એવા પણ છે જે સમયની સાથે વધારે મજબૂત થઇ છે. રિતેશ દેશમુખ, ફરહાન અખ્તર, આદિત્ય ઠાકરે અને જૈકી ભગનાનીએ રોડ પર લગ્નમાં નાચીને ટ્વિટર પર પોતાની દોસ્તીને જાહેર કરી છે.

શાહરૂખ ખાનનાં 49માં બર્થડે પર તેના અને કરણ જોહર વચ્ચેનો અણબનાવ પણ પૂર્ણ થો. શાહરૂખની બર્થડે પાર્ટીને કરણ જોહરે યાદગાર બનાવ્યો હતો. ગૌરી અને શાહરૂખે કરણને પર્સનલી અટેન્ડ કર્યો હતો અને ઘણી જ વાતો કરી હતી. કરણે તેમને ‘હેપ્પી ન્યૂ યર’ની સફળતાનાં અભિનંદન પાઠવ્યા હતા. સંજય દત્ત અને સંજય ગુપ્તાની દોસ્તી અંદાજે 10 વર્ષ જુની છે. બંનેએ સાથે ‘કાંટે’, ‘જિંદા’, ‘દસ કહાનિયા’, ‘ખૌફ’, ‘જંગ’ અને ‘પ્લાન’ જેવી ઘણી ફિલ્મો કરી છે. જો કે કેટલાક કારણોસર તેમના સંબંધમાં ખટાશ આવી ગઇ હતી. બંને ઘણી ઇવેન્ટ્સ દરમિયાન એક-બીજા પર કૉમેન્ટ્સ કરતા જોવા મળ્યા હતા, જો કે તેમની વચ્ચે હવે સંબંધો સારા છે.

વર્ષ 2014માં પેચઅપનું સૌથી મોટુ ઉદાહરણ જોવા મળ્યું શાહરૂખ અને સલમાનની દોસ્તીથી. શાહરૂખ અને સલમાન વચ્ચે ઘણા વર્ષોથી ચાલી રહેલું કૉલ્ડ વૉર આખરે ખત્મ થઇ ગયું છે. વર્ષ 2008માં કેટરીના કૈફની બર્થડે પાર્ટીમાં તેમની વચ્ચે લડાઈ થઇ હતી. જો કે બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં બંનેનાં સંબંધોમાં સુધારો આવ્યો હતો. પોતાની બહેન અર્પિતાનાં લગ્નમાં સલમાને શાહરૂખને આમંત્રણ આપ્યું હતુ અને ત્યાં બંનેએ ‘છૈયા છૈયા’ ગીત પર સાથે નાચ્યા હતા.

જાણીતી કઝિન સિસ્ટર્સ રાની મુખર્જી અને કાજોલ વચ્ચે અણબનાવનાં કિસ્સાઓ સામે આવ્યા હતા જ્યારે રાનીએ આદિત્ય ચોપરા સાથે લગ્ન કરી લીધા હતા અને કાજોલને ઇન્વાઇટ પણ નહતી કરી. આ લગ્નમાં તનુજાનાં પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું નહતું. જો કે એક પાર્ટીમાં રાની અને કાજોલ મળી તો બંનેએ એક-બીજાને ગળે લગાવ્યા હતા. કરણ જોહર અને કાજોલ પણ ફરી દોસ્ત બની ગયા છે. કેટલાક સમય પહેલા કરણ જોહરે કાજોલ પર કંઇક કૉમેન્ટ કરી હતી ત્યારબાદ બંનેનાં સંબંધોમાં ખટાશ આવી ગઇ હતી. ઘણી ઇવેન્ટમાં કાજોલ અને કરણ એક-બીજાને ઇગ્નોર કરતા જોવા મળ્યા હતા. જો કે તાજેતરમાં બંને એક-બીજા સામે આવ્યા ત્યારે ગળે મળ્યા હતા.

અજય દેવગન અને શાહરૂખ ખાન વચ્ચે ઘણા સમયથી વાત-ચીત બંધ હતી, પરંતુ ‘સિંઘમ રિટર્ન્સ’ની શૂટિંગ વખતે મહબૂબ સ્ટૂડિયો પાસેથી પસાર થતી વખતે શાહરૂખને જ્યારે ખબર પડી કે રોહિત શેટ્ટી સાથે અજય અને કરીના શૂટ કરી રહ્યા છે તો તે પર્સનલી અજયને મળવા પહોંચ્યો હતો. બંને એક-બીજાનાં ગળે મળ્યા હતા અને લાંબો સમય વાતો કરી હતી. વર્ષ 2012માં દિવાળી પર ‘જબ તક હૈ જાન’ અને ‘સન ઑફ સરદાર’ની રિલીઝ ડેટ ટકરાતા બંનેનાં સંબંધો બગડ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો