ભાજપમાંથી આ 30 ઉમેદવારો નિશ્રિત, જાણો ક્યાંથી લડશે ચૂંટણી - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • ભાજપમાંથી આ 30 ઉમેદવારો નિશ્રિત, જાણો ક્યાંથી લડશે ચૂંટણી

ભાજપમાંથી આ 30 ઉમેદવારો નિશ્રિત, જાણો ક્યાંથી લડશે ચૂંટણી

 | 4:05 pm IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવારો કોણ છે તે વિશે હવે ભારે ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બંને પક્ષોમાંથી મૂરતિયા કોણ એ ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે સોમવારે ગાંધીનગરથી મળતાં આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે ભાજપે આ 30 ઉમેદવારો પર મંજૂરીની મહોર મારી દીધી છે. જોકે યાદી તો 16મીએ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે બે દિવસ અગાઉ કોંગ્રેસમાંથી પણ 16મીએ યાદી જાહેર કરવામાં આવવાની હોવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉમેદવારોની પસંદગી માટેની પેનલને ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે 99.99 ફાઈનલ કરી નાંખી જોકે પીએમ મોદી મંજૂર કરી દે પછી તેને 16મીએ જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં 30થી વધુ બેઠક પર 3ની પેનલમાંથી એક ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવે છે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો રહેતા ભાજપમાં કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના મંત્રીઓનાં નામો સહિત વ્યક્તિગત ઈમેજને કારણે પોતાના દમ પર ચૂંટણી જીતી શકે તેવા નામોની પસંદગી કરવામાં આવી છે.

અમિત શાહ દ્વારા છેલ્લી ઘડીએ 22 જેટલી બેઠકો પર 5 ઉમેદવારની પેનલ તૈયાર કરવામાં આવી છે. સ્વચ્છ છબિ ધરાવતા યુવાનોના ડિટેઇલ રિપોર્ટની ફરી સમીક્ષા કરવામાં આવી છે, જેને જ્ઞાતિના આધારે સ્થાન અપાઈ શકે છે.

જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો વધતો જાય છે. રાજકોટ (પશ્ચિમ) બેઠક પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી લડવાના છે જ્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મહેસાણાથી ચૂંટણી લડવાના છે. આ ઉપરાંત ધોળકા બેઠક પરથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વટવા બેઠક પરથી પ્રદિપસિંહ જાડેજા જ્યારે પોરબંદર બેઠક પરથી બાબુ બોખીરિયા અને માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

જમાલપુર-ખાડિયા સીટ પરથી ભૂષણ ભટ્ટ જ્યારે જૂનાગઢ સીટ પરથી મહેન્દ્ર મશરૂનું નામ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ સીટ પરથી દુષ્યંત પટેલનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

સુરતના મજૂરા સીટ પરથી હર્ષ સંઘવીનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે વાઘોડિયા સીટ પરથી મધુ શ્રીવાસ્તવનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ભાવનગર (પૂર્વ) સીટ પરથી વિભાવરીબેન પટેલનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

સંગીતા પાટીલનું નામ લિબાંયત સીટ પરથી નક્કી કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાંથી મનીષા વકીલનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે વિરમગામ સીટ પરથી ડો. તેજશ્રીબેન પટેલનું નામ નક્કી કર્યું છે.

લાઠી બેઠક પરથી બાઉકુ ઉંધાડનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે શહેરા બેઠક પરથી જેઠા ભરવાડનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ઉમરગામ સીટ પરથી રમણલાલ પાટકરનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

ભાવનગર (ગ્રામ્ય) સીટ પરથી પરસોત્તમ સોલંકી જ્યારે ભાવનગર (પશ્ચિમ) જીતુ વાઘાણીનું નામ નક્કી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નડિયાદ સીટ પર પંકજ દેસાઈને રીપિટ કરવામાં આવશે.

જેતપુર બેઠક પરથી જયેશ રાદડીયાની ટીકિટ આપવામાં આવશે ત્યારે ગઢડા બેઠક પરથી આત્મારામ પરમારનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે હાલોલ બેઠક પરથી જયદ્રથસિંહ પરમારનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

ચાણસ્મા સીટ પરથી દિલીપ ઠાકોર ભાજપમાં ચૂંટણી લડશે. ત્યારે વાવ સીટ શંકર ચૌધરીનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જામજોધપુર બેઠક પરથી ચીમનભાઈ સાપરિયનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

છેલ્લી ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક પરથી જયનારાયણ વ્યાસનો પરાજય થયો હતો જોકે આ વખતે પણ આ સીટ પરથી જયનારાયણ વ્યાસને ચૂંટણી લડાવાનું નક્કી કરી લીધું છે. જ્યારે ઈડર સીટ પરથી રમણલાલ વોરાને રીપિટ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. રાજુલા સીટ પર હીરા સોલંકીનું નામ નક્કી હોવાનું જણાય છે.