These Characters of Bollywood Shows True Meaning of Friendship
  • Home
  • Entertainment
  • Bollywood
  • Friendship Day: દોસ્તીનો સાચો મતલબ શીખવે છે બૉલિવુડનાં આ પાત્રો

Friendship Day: દોસ્તીનો સાચો મતલબ શીખવે છે બૉલિવુડનાં આ પાત્રો

 | 2:23 pm IST
  • Share

બૉલિવુડની ફિલ્મોમાં દોસ્તી એ રીતે છવાયેલી છે કે આજ સુધી લોકો તે અંદાજમાં દોસ્તી નિભાવતા હોય છે. સિનેમા જગતમાં ટ્રેન્ડ બદલાયો, વાર્તા બદલાઇ, પાત્ર બદલાયા, એક્ટર્સ બદલાયા પરંતુ દોસ્તીનાં ઉદાહરણો ના બદલાયા. ફ્રેન્ડશિપ ડે નિમિત્તે અમે તમને બોલિવુડનાં એવા દોસ્તોનાં ઉદાહરણ આપશુ તે જાણીને તમે પણ ખુશ થઇ જશો.

‘શોલે’ ફિલ્મનાં જય અને વીરૂ

ફિલ્મ ‘શોલે’માં જય અને વીરૂની ગજબની દોસ્તી તો યાદ જ હશે. ખાસ કરીને વીરૂનાં લગ્ન માટે જયનું મૌસી પાસે જવું અને બસંતીનો અલગ સ્ટાઇલમાં હાથ માંગવો જેને જોઇને તમે પણ કહેશો “યાર, ગજબની દોસ્તી છે.”

થ્રી ઇડિયટ્સ

એન્જિનીયરિંગ કૉલેજમાં 3 દોસ્ત રાજૂ, રેન્ચો અને ફરહાનની વાત તો તમને યાદ હશે. સાથે જ એ ડાયલૉગ જેણે દોસ્તીનાં મતલબને શબ્દોમાં વર્ણવીને હકીકત આપણી સામે લાવી. ‘દોસ્ત અગર ફેલ હોતા હૈ તો દુ:ખ હોતા હૈ, લેકિન અગર દોસ્ત ફર્સ્ટ આતા હૈ તો જ્યાદા દુ:ખ હોતા હૈ.’

મૈને પ્યાર કિયા

સલમાન ખાન અને ભાગ્ય શ્રીની દોસ્તીનો ‘નૉ સૉરી નૉ થેંક્યૂ’નો ડાયલૉગ તો તમે ઘણીવાર સાંભળ્યો હશે અને તેનો ઉપયોગ પણ કર્યો છે. દોસ્તીનો સાચો મતલબ શું હોય છે તે આ ફિલ્મે એકદમ યોગ્ય રીતે પડદા પર ઉતાર્યો છે જેને લોકો જોઇને આજે પણ ઇન્સ્પાયર થાય છે.

યે જવાની હૈ દીવાની

4 મિત્રોની વાર્તા ‘યે જવાની હૈ દીવાની’માં કૉલેજમાંથી પાસઆઉટ થયેલા દોસ્તોની વાત કહેવામાં આવી છે. જેમાં મસ્તીની સાથે સાથે જિંદગીનાં ઉતાર-ચઢાવને પણ સારી રીતે દર્શાવવામાં આવ્યો છે.

જિંદગી ના મિલેગી દોબારા

ઋતિક, કેટરીના, અભય અને ફરહાન અખ્તરની સુંદર દોસ્તીને આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ ફિલ્મનો એક ડાયલૉગ તમારા દિલ પર બહું ઊંડી છાપ છોડે છે અને જે સાંભળીને કોઇપણ જીવનમાં ઊભુ રહી જવા નહી ઇચ્છે. ‘જબ દર્દ કા બાદલ છાએ, જબ ગમ કા સાયા લહરાયે, જબ આંસૂ પલકો તક આયે, જબ તન્હા યે દિલ ગભરાયે, અપને દિલ કો યુ સમજાના દિલ આખીર તુ ક્યોં રોતા હૈ, દુનિયા મે યું હી હોતા હૈ.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો