These drinks are beneficial for Skin Glow
  • Home
  • Fashion & Beauty
  • ત્વચામાં લાવવી છે ચમક તો આ ડ્રિંક તમારા માટે ખૂબ ફાયદાકારક

ત્વચામાં લાવવી છે ચમક તો આ ડ્રિંક તમારા માટે ખૂબ ફાયદાકારક

 | 12:01 pm IST

શરીર અને ચહેરાની સુંદરતા માટે આપણે કઇ પણ કરવા તૈયાર છીએ, ત્વચાને સુંદર બનાવવા માટે રોજ ઓછામાં ઓછા આઠ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. પરંતુ દરેક લોકો એવું કરતા નથી. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઇ રહ્યા છીએ. ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે કેટલાક એવા ડ્રિંક્સ પીવા જરૂરી હોય છે. તો આવો તમને જણાવી દઇએ આ જ્યૂસ અંગે…

નારિયેળ પાણી

દિવસની શરૂઆત નારિયેળ પાણીથી કરો. કારણકે તે શરીરને હાઇડ્રેટ કરે છે અને ગરમીને પણ દૂર કરે છે. સાથે જ સાથે નારિયેળ પાણી ત્વચા માટે કોઇ વરદાનથી કમ નથી. વિટામીન C, કાર્બોહાઇડ્રેટ્સ અને સોડિયમ તેમજ પોટેશ્યિમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સના ગુણોથી ભરપૂર નારિયેળ પાણી ત્વચામાં કસાવ લાગે છે અને ત્વચા જવાન તેમજ ચમકદાર બનાવે છે.

ગ્રીન ટી

ગ્રીન ટીનું સેવન તમારા માટે ફાયદાકારક રહેશે. આ ડ્રિંકમાં વિટામીન ડી અને ઇ પૂરતા પ્રમાણમાં હોય છે. જે ત્વચાને અંદર સુધી નમી પહોંચાડવા સિવાય કાલેજનના સ્તરને બનાવી રાખવાનું કામ કરે છે. તેનાથી તમારી ત્વચા નરમ, મુલાયમ અને સારી રહેશે.

લીંબુ પાણી

તે સુંદરતાના અગણિત ફાયદાથી ભરપૂર ડ્રિંક છે. સવારે ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ લીંબુ પાણી પીવાનો અર્થ છે કે તમે જવાન અને ચમકદાર ત્વચા મેળવવાનું સુનિશ્ચિત કરી લીધુ છે એન્ટિઓક્સિડેન્ટ્સ અને વિટામીન સીથી ભરપૂર ડ્રિંક છે. જે ખીલ, રેડિકલ ડેમેજ, સેંસેટિલ સ્કિનથી જોડાયેલી તેમજ ચકામા, લાલાશ જેવી સમસ્યા થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન