These Eleven Principles Of Abdul Kalam Will Change Your Life
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ડૉ. અબ્દુલ કલામનાં આ 11 સિદ્ધાંતો બદલી નાખશે તમારુ જીવન

ડૉ. અબ્દુલ કલામનાં આ 11 સિદ્ધાંતો બદલી નાખશે તમારુ જીવન

 | 1:08 pm IST
  • Share

દેશનાં સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ (APJ Abdul Kalam) નો જન્મદિવસ (Birthday) 15 ઑક્ટોબરનાં છે આજે સમગ્ર દેશ તેમનો 89મી જન્મ જયંતી ઉજવી રહ્યો છે. 15 ઑક્ટોબર 1931નાં રોજ તમિલનાડુ (Tamilnadu) નાં રામેશ્વરમમાં તેમનો જન્મ થયો હતો. તેમણે કહ્યું હતુ, ‘હું મારા બાળપણનાં દિવસો ના ભૂલી શકું. મારા બાળપણને નીખારવામાં મારી માનો મહત્વનો ફાળો છે. તેમણે મને સારા-ખોટાને સમજવાનું શિક્ષણ આપ્યું. વિદ્યાર્થી જીવન દરમિયાન જ્યારે હું ઘરે-ઘરે છાપુ આપીને પરત આવતો હતો, ત્યારે માનાં હાથનો નાશ્તો તૈયાર મળતો હતો. ભણતર પ્રત્યે મારો લગાવ જોઇને મારી માતાએ મારા માટે નાનકડો લેમ્પ ખરીદ્યો હતો, જેના દ્વારા હું રાત્રે 11 વાગ્યા સુધી ભણી શકતો હતો. માએ જો સાથ ના આપ્યો હોત તો હું અહીં સુધી ના પહોંચી શક્યો હોત.’

ડૉ.એપીજે અબ્દુલ કલામ પોતાની મહેનત અને લગન દ્વારા આગળ વધતા ગયા. જીવનમાં પુરતી સુવિધાઓ ના હોવા છતા તેઓ કેવી રીતે રાષ્ટ્રપતિનાં પદ સુધી પહોંચ્યા એ વાત આપણા દરેક માટે પ્રેરણાત્મક છે. તેમની સરળતા, સાદગી અને સૌમ્યતા દરેકનું દિલ જીતી લે છે. તેમના જીવન દર્શને ભારતનાં યુવાનોને નવી પ્રેરણા આપી છે. તેઓ લાખો લોકોનાં રૉલ મૉડલ છે. જો કે તેમને આટલા મહાન બનાવવામાં માટે તેમનાં આ સિદ્ધાંતો પણ મહત્વનાં હતા.

તેમના આ 11 સિદ્ધાંતો જે બદલી નાંખશે તમારું જીવન

1. જે લોકો જવાબદાર, સરળ, ઈમાનદાર અને મહેનતી હોય છે તેમને ઈશ્વર દ્વારા વિશેષ સમ્માન મળે છે. કેમકે તેઓ આ ધરતી પર તેમની શ્રેષ્ઠ રચના છે.

2. કોઇકનાં જીવનમાં અજવાળુ લાવો.

3. બીજાઓનાં આશીર્વાદ મેળવો, માતા-પિતાની સેવા કરો, મોટાઓ તથા શિક્ષકોનો આદર કરો અને પોતાના દેશને પ્રેમ કરો. આમના સિવાય જીવન અર્થ વગરનું છે.

4. આપવું એ સૌથી ઉચ્ચ અને શ્રેષ્ઠ ગુણ છે, પરંતુ તેને પૂર્ણ કરવા માટે તેની સાથે ક્ષમા પણ હોવી જોઇએ.

5. ઓછામાં ઓછા બે ગરીબ બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે તેમનાં શિક્ષણમાં મદદ કરો.

6. સરળતા અને પરિશ્રમનો માર્ગ અપનાવો, જે સફળતાનો એકમાત્ર રસ્તો છે.

7. પ્રકૃતિ પાસેથી શીખો જ્યાં બધુ જ છુપાયેલું છે.

8. આપણે સ્મિત જરૂરથી પહેરવુ જોઇએ તથા તેને સુરક્ષિત રાખવા માટે આપણા આત્માને ગુણોનાં વસ્ત્રો પહેરાવવા જોઇએ.

9. સમય, ધીરજ અને પ્રકૃતિ દરેક પ્રકારની મુસીબતોને દૂર કરવા અને દરેક પ્રકારનાં જખ્મો ભરવા માટેનાં સૌથી શ્રેષ્ઠ તબીબ છે.

10. પોતાના જીવનમાં ઉચ્ચત્તમ અને શ્રેષ્ઠ લક્ષ્ય રાખો અને તેને પ્રાપ્ત કરો.

11. પ્રત્યેક ક્ષણ રચનાત્મકતાની ક્ષણ છે, તેને વ્યર્થ ના કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન