these five bengali actress rocks on tv shows entertainment,
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: આ બંગાળી અભિનેત્રીઓએ ટીવી પર કરી ધમાલ, ખુબસુરતી એવી કે જોનારા જોતા જ રહે

Photos: આ બંગાળી અભિનેત્રીઓએ ટીવી પર કરી ધમાલ, ખુબસુરતી એવી કે જોનારા જોતા જ રહે

 | 1:59 pm IST

ટીવી ક્ષેત્રે ખુબજ નામના કમાઇ ચુકેલી આ બંગાળની અભિનેત્રીઓ ખુબસુરતીમાં ભલભલાનો પરસેવો છોડાવી દે તેટલી આકર્ષક છે.

મૌની રોય

સુંદર ટીવી એક્ટ્રેસ મૌની રોય બંગાળની છે. મૌની રોયે ટીવી સીરિયલ ‘ક્યૌકી સાસ ભી કભી બહુ થી’ થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણી સિરિયલોમાં જોવા મળી હતી. તેની ‘નાગિન’ સિરિયલ ખૂબ પ્રખ્યાત થઈ હતી. મૌની રોયે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે.

સાયંતની ઘોષ
સયંતની ઘોષે 2006માં ‘કુમકુમ એક પ્યારા સા બંધન’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે કોલકત્તાની છે. ટીવી સિરિયલો ‘ઘર એક સપના’, ‘રક્ત સંબંધ’, ‘મહાભારત’ અને ‘સંજીવની 2’ માં તેણે અભિનય કરીને દર્શકોનું દિલ જીત્યું છે.

ટીના દત્તા
ટીના દત્તા ટીવી ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. ટીના દત્તાને ટીવી સીરિયલ ‘ઉતરન’ થી ઓળખ મળી. કોલકત્તાની રહેવાસી ટીનાએ અનેક બંગાળી સિરિયલોમાં કામ કર્યું છે.

દેબીના બેનર્જી
દેબીના બેનર્જી પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તાની છે. દેબીના બેનર્જી ‘રામાયણ’, ‘ચીડિયાઘર’ જેવા ટીવી શોમાં જોવા મળી છે.

શ્રીજીતા ડે
શ્રીજીતા ડે ‘કસૌટી જિંદગી કી’, ‘લેડિઝ સ્પેશિયલ’ અને ‘લાલ ઇશ્ક’માં જોવા મળી છે. શ્રીજીતા ડે પશ્ચિમ બંગાળના હલ્દિયાની રહેવાસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન