લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા સમયે ધ્યાનમાં રાખો આ 5 વાત - Sandesh
  • Home
  • Sex & Relationship
  • લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા સમયે ધ્યાનમાં રાખો આ 5 વાત

લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા સમયે ધ્યાનમાં રાખો આ 5 વાત

 | 5:58 pm IST

આધુનિક લાઇફસ્ટાઇલમાં લિવ-ઇન રિલેશનશિપ એક કપલ્સની વચ્ચે એક નવો પ્રયોગ છે. જેમા લગ્ન કર્યા વગરના યુવક અને યુવતી એકબીજાની મરજીથી પતિ-પત્નીની જેમ રહે છે. આજકાલ દેશના કેટલાક શહેરોમાં આ લિવ-ઇન રિલેશનશિપમાં લોકો રહે છે. જોકે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માટે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

જો તમે જેની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાના છો તેના અંગે યોગ્ય રીતે તપાસ કરી લો. કોશિશ કરો કે જેની સાથે તમે લિવ-ઇનમાં રહેવા જઇ રહ્યા છો તેની સાથે તમે પહેલા મિત્રતા કરો. લિવ-ઇનમાં રહેતા પહેલા યુવતીઓ ખાસ સાવધાની રાખવી જોઇએ. તેમને તેમના પાર્ટનરી યોગ્ય રીતે તપાસ કરવી જોઇએ. જો કોઇપણ પ્રકારનો શક છે તો તેને દૂર કરવો જોઇએ ત્યાર પછી જ રિલેશનશિપ આગળ વધવું જોઇએ.

સબંધમાં કોઇક વાતે નાની બોલાચાલી થવી એ સામાન્ય વાત છે. તેનાથી સંબંધ મજબૂત પણ બને છે. લિવ-ઇનમાં રહેતા એવું પણ થઇ શકે છે. પરંતુ આ દરમિયાન નારાજગીમાં બોલતા પહેલા એક વખત જરૂરથી વિચારી લો. આ સમયે કોઇપણ એવી વાત ન કરો જેથી તમારા પાર્ટનર ખોટું લાગે અને તેના આત્મસન્માનને ઠેષ પહોંચે.

આર્થિક વ્યવસ્થા કોઇપણ સંબંઘની સફળતામાં મહત્વની ભૂમિકા નીભાવે છે. મોંઘવારીના આ સમયમાં એક વ્યક્તિએ બે લોકોની જવબાદારી ઉપાડવી એ મુશ્કેલી ભર્યું કામ હોઇ શકે છે. એવામાં તમે પાર્ટનરથી ખર્ચાને લઇને થોડાક ભાગ પાડી દો. કેટલીક વખત પૈસાને લઇને કેટલાક અણબનાવ થવાથી સંબંધમાં તિરાડ પડી શકે છે.

લિવ-ઇનમાં રહેતા સમયે ભાવનત્મક રીતે ખૂબ મજબૂત રહેવાની જરૂરિયાત છે. કેટલીક વખત એવું પણ બને છે કે તમારા પાર્ટનરને તમારી કેટલીક આદતો પસંદ આવતી નથી. એવામાં તમે એકબીજા સાથે વાત કરીને તેનો ઉકેલ લાવવાની કોશિશ કરો. આ દરમિયાન સમજદારી બતાવવાની જરૂર છે. પાર્ટનરની ઘણી આદતો જે તમને પસંદ નથી તેને ઇગ્નોર કરતા શીખો.

લિવ-ઇનમાં રહો છો તે દરમિયાન જો તમારો સંબંધ યોગ્ય રીતે નીભાવી નથી શકતા તો તમારે તમારા પ્લાન તૈયાર રાખવો જોઇએ. તમને લાગે છે કે તમારો પાર્ટનર તમારી ભાવનાઓ સાથે રમત કરી રહ્યો છે તો તમારી વાત તેની સામે રાખો કે જે થઇ રહ્યું છે તે ખોટું થઇ રહ્યું છે. જો જરૂરત પડે તો તમે તમારા સંબંધને ખતમ કરવા પર પણ વિચારી શકો છો.