these food items will make you more older
  • Home
  • Featured
  • ભૂખડીબારસની જેમ ન ખાતા આ 4 વસ્તુઓ, ઊંમર કરતા વહેલા ઘરડા દેખાશો

ભૂખડીબારસની જેમ ન ખાતા આ 4 વસ્તુઓ, ઊંમર કરતા વહેલા ઘરડા દેખાશો

 | 11:56 am IST

આપણી ખાણીપીણી આપણા શરીર પર સીધી અસર કરે છે. પરંતુ આધુનિક જીવનશૈલીમાં લોકો પોતાની ખાણીપીણીની વસ્તુઓ પર ધ્યાન આપતા જ નથી. જેને પગલે અનેક લોકોને સ્વાસ્થય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાથે જ તેઓ સમય કરતા વહેલા ઘરડા દેખાવા લાગે છે. તો આજે એ વસ્તુઓ વિશે જેનાથી તમે સમય પહેલા જ ઘરડા દેખાવા લાગશો.

મીઠાશ
હેલ્થ એક્સપર્ટસનું કહેવું છે કે, જે લોકો વધુ ગળ્યું ખાય છે, તેમનામાં સમય કરતા પહેલા જ ઘરડાપણું આવી જાય છે. હકીકતમાં, શુગર મોલેક્યુલસ શરીરમાં પ્રોટીનની સાથે મળીને સ્કીનમાં રહેલ કોલેજનને નુકશાન પહોંચાડે છે. કોલેજ એક પ્રકારનું પ્રોટીન હોય છે, જે આપણી સ્કીનને જવાન બનાવી રાખવામાં મદદ કરે છે. પરંતુ વધુ ગળ્યું ખાવાથી કોલેજન પર ખરાબ અસર પડે છે. જેને કારણે લોકો સમય પહેલા જ ઘરડા દેખાય છે. તેમજ ગળ્યું ખાવાથી દાંત પણ ખરાબ થાય છે.

મસાલેદાર ફુડ
મસાલેદાર ફૂડ ખાવાથી હેલ્થ સંબંધી અનેક સમસ્યાઓ થાય છે. જેને કારણે વ્યક્તિ ઉંમર કરતા પહેલા જ ઘરડી લાગે છે. તેથી મસાલેદાર ફૂડથી દૂર રહેવું, અને ખાવામાં ઓછા મસાલા ઉપયોગ કરવા.

આલ્કોહોલ
જ્યારે આપણું લિવર સારી રીતે કામ કરે છે, તો સ્કીનને નુકશાન પહોંચાડનારા ટોક્સિંસ નેચરલ રીતે શરીરમાંથી બહાર નીકળી જાય છે. પંરતુ લિવર યોગ્ય રીતે કામ ન કરે તો તે ટોક્સિંગ શરીરમાંથી નીકળી શક્તા નથી. જેને કારણે સ્કીન સંબંધી અનેક સમસ્યાઓ થાય છે. તેનાથી ખીલ, કરચલીઓ અને સ્કીન પર સોજા આવી જાય છે. આ ઉપરાંત હેલ્થ એક્સપર્ટસનું કહેવું છે કે, આલ્કોહોલના સેવનથી ઊંઘ પર ખરાબ અસર પડે છે, અને પૂરતી ઊંઘ ન લેવાથી સ્કીન પર કરચલીઓ, પિંગમેન્ટેશનની સમસ્યા થાય છે.

ટ્રાન્સ ફેટ
ટ્રાન્સ ફેટ દિલને તો નુકશાન પહોંચાડે જ છે, સાથે જ તેનાથી વૃદ્ધત્વ પણ જલ્દી દેખાઈ આવે છે. તેના સેવનથી સ્કીન પર અલ્ટ્રા વાયોલેટ કિરણોની ખરાબ અસર પડે છે.