these incidents gives signals of danger
  • Home
  • Astrology
  • જીવનમાં આવી ઘટનાઓ ઘટે તો ચેતી જજો, મોટા સંકટના હોય છે સંકેત

જીવનમાં આવી ઘટનાઓ ઘટે તો ચેતી જજો, મોટા સંકટના હોય છે સંકેત

 | 5:30 pm IST

કેટલીકવાર આપણા જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે, જેને આપણે સંયોગ સમજીને અવગણી દઇએ છીએ. પરંતુ આ ઘટનાઓ ફક્ત સંયોગ નથી હોતી. આવી ઘટનાઓમાં ભવિષ્યની ઘટનાઓના સંકેતો હોય છે. આજે અમે આવી જ કેટલીક ઘટનાઓ વિશે વાત કરીશું, જેમાંથી અમુક ઘટના તો તમારી સાથે પણ ઘટી હશે.

પલાસ્ટરનું પડવું
જો સામાન્ય સ્થિતિમાં કોઇપણ ઘરનું પ્લાસ્ટર અચાનકથી તૂટી પડે તો, તેને ઘર પર આવનારું સંકટનું સંકેત માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને રાહુ-કેતુનું અશુભ પ્રભાવ પણ માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ટેન્શનલ લેવાને બદલે સુંદરકાંડનું પાઠ કરવું જોઇએ. જો દરરોજ શક્ય ન હોય તો મંગળવારે અને શનિવારે તેનું પાઠ જરૂરથી કરવું જોઇએ.

અચાનકથી આ વસ્તુનું તૂટવું
જો ક્યારેય તમારા ઘરમાં રાખેલો કાચ અથવા બારીનો કાચ અચાનકથી તૂટી જાય તો પણ તે અમંગળ થવાનો સંકેત છે કે, તમારા અથવા તમારા પરિવારના કોઈ સભ્યના માથા પરથી મોટું સંકટ ટળી ગયું છે. મનમાં વહેમ ન રાખો અને ભગવાનનું આભાર માનો.

કોઈ આયોજન અથવા કાર્યક્રમમાં બને આવી ઘટના તો
જો તમારા ઘરનો કોઇ પ્રસંગ અથવા આયોજનમાં અચાનકથી આગ ફાટી નીકળે તો તેને ઘરના સભ્યો પર આવનાર સંકટનું સંકેત માનવામાં આવે છે. આવી ઘટનાઓ માટે કોઈ માનસિક વહેમ ન રાખો અને રામાયણ અથવા સુંદરકાંડનું પાઠ કરી શકો છો. રોટલીને તોડીને પક્ષી, ગાય અને કુતરાને ખવડાઓ.

જો ઘરના આંગણામાં પડી જાય આ વસ્તુઓ
જો તમારા ઘરના આંગણમાં અચાનકથી કોઈ હડ્ડીનો ટુકડો આવીને પડે તો તેને શુભ માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં પરિવારમાં મુશ્કેલીઓ આવી શકે છે. વિષ્ણુ પુરાણમાં હાડકાઓના સંપર્કમાં આવ્યા બાદ સ્નાન કરવાનો ઉપાય છે. આવી પરિસ્થિતિમાં ઘરની સાફ-સફાઈ કરી લેવાથી તેનો નકારાત્મક પ્રભાવ દૂર થઈ જાય છે. જ્યારે પણ આવી ઘટના બને ત્યારે મહામૃત્યુંજય મંત્રનું જાપ કરવું શુભ હોય છે.

આમ કરવાથી દૂર થઈ શકે છે વાસ્તુદોષ
દરરોજ સવારે સ્નાન કર્યા પછી ઘરની 3 થી 7 વખત પરિક્રમા કરવાથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે.