These Indian Businessman Deleted WhatsApp After New Policy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • દેશના આ દિગ્ગજ ઉદ્યોગપતિઓએ વ્હોટ્સએપ કર્યું ડિલીટ, વાપરી રહ્યા છે આ સુરક્ષિત એપ

દેશના આ દિગ્ગજ ઉદ્યોગપતિઓએ વ્હોટ્સએપ કર્યું ડિલીટ, વાપરી રહ્યા છે આ સુરક્ષિત એપ

 | 2:07 pm IST
  • Share

લોકપ્રિય મેસેજિંગ એપ વ્હોટ્સએપ (WhatsApp)ની વિરુદ્ધ દુનિયાભરમાં ગુસ્સો વધતો જઈ રહ્યો છે. આનું કારણ છે વ્હોટ્સએપની નવી પૉલિસી. આના કારણે યૂઝર્સ (Users)ને પોતાની પર્સનલ જાણકારી (Personal Information)ને લઈને ચિંતા થઈ રહી છે. ભારતમાં પણ અનેક કંપનીઓ અને દિગ્ગજ કૉર્પોરેટ હસ્તીઓએ વ્હોટ્સએપ છોડીને સિગ્નલ (Signal) જેવી બીજી મેસેજિંગ એપ તરફ દોડવાનું શરૂ કર્યું છે. આમાં નવા સમયની સ્ટાર્ટઅપ કંપનીઓ અને જૂના કૉર્પોરેટ તથા તેના સીનિયર લીડર સામેલ છે. આ લોકો હવે પોતાની વર્ક ચેટ અને ઇન્ટરનલ ડૉક્યુમેન્ટ્સ શેર કરવા માટે સિગ્નલનો ઉપયોગ કરી રહ્યા છે.

આનંદ મહિન્દ્રાએ હાલમાં જ સિગ્નલ ઇન્સ્ટોલ કર્યું

વ્હોટ્સએપે હાલમાં જ પેમેન્ટ સેક્ટરમાં એન્ટ્રી કરી હતી જેનાથી પેટીએમ અને ફોન પેને ખતરો પેદા થઈ ગયો હતો. હવે આ બંને કંપનીઓ વિવાદનો ફાયદો ઊઠાવી રહી છે. તેમણે પોતાની ટીમ્સને વ્હોટ્સએપ છોડવા કહ્યું છે. નવીન જિંદલની આગેવાનીવાળી જિંદલ સ્ટીલ એન્ડ પાવર પણ વ્હોટ્સએપને બાય-બાય કરી રહી છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ હાલમાં જ સિગ્નલ ઇન્સ્ટોલ કર્યું છે. ટાટા ગ્રુપના ચેરમેન ચંદ્રશેખરન છેલ્લા કેટલાક સમયથી સિગ્નલનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે જ ગ્રુપ્સના અનેક સીનિયર અધિકારી પણ આ પ્લેટફૉર્મનો ઉપયોગ કરી રહ્યા છે.

દુનિયાભરમાં વ્હોટ્સએપ ડાઉનલોડની સંખ્યા ઘટી

પેટીએમના સીઈઓ વિજય શેખર શર્માએ એક વાતચીતમાં કહ્યું કે, તેમણે પોતાની ટીમના તમામ લોકોને વર્ક કૉમ્યુનિકેશન માટે વ્હોટ્સએપનો ઉપયોગ ના કરવા કહ્યું છે. ફોન પેના ફાઉન્ડર સમીર નિગમના જણાવ્યા પ્રમાણે તેમની ટીમના અડધા સભ્યો સિગ્નલ પર જઈ ચુક્યા છે. દુનિયાભરમાં વ્હોટ્સએપ ડાઉનલોડની સંખ્યા ઘટી છે. 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરની વચ્ચે 34 લાખવાર ડાઉનલોડ કરવામાં આ્યું, જ્યારે 1થી 9 જાન્યુઆરીની વચ્ચે આ 30 લાખવાર ડાઉનલોડ કરવામાં આવ્યું હતુ, જે સપ્ટેમ્બર 2020 બાદ સૌથી ઓછું છે.

એલન મસ્કે ફેસબુક – વ્હોટ્સએપની ચિંતા વધારી

આ દરમિયાન દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ફેસબુક અને તેના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગની મુશ્કેલીઓ વધારી દીધી છે. મસ્કે લોકોને વ્હોટ્સએ અને ફેસબુક છોડીને મેસેજિંગ એપ સિગ્નલ એપ અપનાવવાની અપીલ કરી છે. ત્યારબાદથી સિગ્નલની લોકપ્રિયતા વધી ગઈ છે. ટેસ્લાના ફાઉન્ડરે લોકોને વ્હોટ્સએપ અને ફેસબુકની જગ્યાએ વધારે એનક્રિપ્ટેડ સુવિધાવાળી એપ્સ અપનાવવા કહ્યું છે. જ્યારે તેમના ફૉલોઅર્સે સુરક્ષિત વિકલ્પ માટે પુછ્યું તો મસ્કે ખાસ રીતે સિગ્નલનો ઉલ્લેખ કર્યો.

આ વિડીયો પણ જુઓ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં CM રૂપાણીએ ઈ – લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન