these medical test every girl should do before marriage
  • Home
  • Featured
  • દરેક યુવતીએ તેના લગ્ન પહેલા આ મેડિકલ ટેસ્ટ અચૂક કરાવવા

દરેક યુવતીએ તેના લગ્ન પહેલા આ મેડિકલ ટેસ્ટ અચૂક કરાવવા

 | 2:45 pm IST

આમ તો આજના સમયમાં લગ્ન પહેલા યુવક-યુવતીઓની અનેક પ્રકારે તપાસ કરવામા આવે છે. અભ્યાસ, ઘર-પરિવાર, અને હવે તો મેડિકલ ચેકઅપ પણ આ લિસ્ટમાં સામેલ થયું છે. હકીકતમાં લગ્ન પહેલા મેડિકલ ચેકઅપ કરાવવાથી આનુવંશિક બીમારીઓ વિશે માહિતી મેળવી શકાય છે. આમ તો આજકાલ દરેક ઈલાજ શક્ય છે, પણ જો જીવનમાં બીમારીઓ ન હોય તો જીવન ખુશમય થઈ શકે છે. ત્યારે મહિલાઓએ પણ લગ્ન પહેલા કેટલાક ટેસ્ટ કરાવી લેવા જોઈએ. એક રિપોર્ટ અનુસાર, યુવતીઓએ લગ્ન પહેલા આ ટેસ્ટ જરૂરી કરાવી લેવા જોઈએ.

કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ
આ ટેસ્ટ કોઈ પણ મેડિકલ સ્થિતિ જાણવા માટે કરાય છે. આ ટેસ્ટમાં વિવિધ બીમારીઓ વિશે માહિતી મેળવી શકાય છે. તેનાથી એનીમિયા, ઈન્ફેક્શન, ઈન્ફ્લેમેશન, બ્લીડિંગ ડિસઓર્ડર કે લ્યુકેમિયા જેવી બીમારી જાણી શકાય છે.

આરબીએસ ટેસ્ટ
રેન્ડમ બ્લડ શુગર ટેસ્ટ શરીરમાં રક્તમાં શુગર લેવલ જાણવા માટે કરાય છે. તેનાથી ડાયાબિટીસ વિશે જાણી શકાય છે.

બીડીઆરએલ ટેસ્ટ
યૌન રોગ અનુસંધાન પ્રયોગશાળા (બીડીઆરએલ) ટેસ્ટનું મૂલ્યાંકન કરવા માટે ડિઝાઈન કરાયા છે કે, શું તમારી પાસે એક યૌન સંચારિત સંક્રમણ (એસટીઆઈ) છે, કે નહિ. સિફિલિસ બેક્ટેરીયમ ટ્રેપેનૈમા પૈલિડમને કારણે થાય છે.

એચઆઈવી ટેસ્ટ
એચઆઈવી ટેસ્ટનો ઉપયોગ હ્યુમન ઈમ્યુનો ડેફિશિયન્સી વાયરસ વિશે માલૂમ કરી શકાય છે. દરેક મહિલાએ આ ટેસ્ટ જરૂરી કરાવી લેવું જોઈએ.

હેપેટાઈટિસ બી ટેસ્ટ
હેપેટાઈટિસ બી વાયરસ ટેસ્ટની મદદથી રક્તમાં આવા પદાર્થ વિશે જાણી શકાય છે. તે બતાવે છે કે, હેપેટાઈટિસ ઈન્ફેક્શન સક્રિય છે કે નહિ તે જાણી શકાય છે.

પેલ્વિક અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ
પેબ્લિક અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ દ્વારા તમારા પેલ્વિસ હિસ્સાની અંદર ઓર્ગનનો ફોટો બનાવવા માટે સાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. તેમાં ગર્ભાશય ગ્રીવા, ફૈલોપિયન ટ્યુબ, અંડાશય અને ગર્ભાશય વગેરેની સ્થિતિ વિશે માલૂમ કરી શકાય છે.

ગાયનેકોલોજિસ્ટને મળો
જો તમારા લગ્ન થવાના છે તો તમારે ઉપર બતાવવામાં આવેલ ટેસ્ટ કરાવી લેવા જોઈએ. આ તમામ ટેસ્ટની જાણકારી મેળવવા માટે ગાયનેકોલોજિસ્ટને મળવું જોઈએ. જો આ વિશે લગ્ન પહેલા માલૂમ પડી જાય તો વહેલા ઈલાજ સંભવ છે.