These Mistakes of Newly Married Couples will Increase The Stress
  • Home
  • Astrology
  • નવ પરણિત યુગલોના સપનાં પર ફરી શકે છે પાણી, બેડરૂમ જ કારણભૂત

નવ પરણિત યુગલોના સપનાં પર ફરી શકે છે પાણી, બેડરૂમ જ કારણભૂત

 | 10:48 am IST

કહેવાય છે કે જોડીઓ તો સ્વર્ગમાં રચાય છે. પ્રભુતામાં પગલા પાડતા નવ વધુ કેટલાયે અરમાનો લઈને પિયરથી સાસરાની વાટ પકડે છે અને જીવન ભર રાજકુમારી બની પતિના ઘરે રાજ કરશે એવી તેની અંતરની અભિલાષા હોય છે. સપનાઓનો સાજ શણગાર સજી જ્યારે નવવધુ સાસરે સિધાવે ત્યારે અરમાનોની ડોલી લઈને આવેલી કોડભરી કન્યા ભાવિ સાસરે દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે.

નવા કપલને પોત પાતાના અરમાન અને સપનાઓ હોય છે. તો આ સપનાઓને સાકાર કરવા માટે અપેક્ષાઓ પણ વધારે હોય છે. કહેવાય છે કે સાત ફેરા લીધા પછી તમે સાત જન્મ સુધી એક બીજાના બની જાઓ છો.

આ સંબંધમાં જ્યારે તકરાર કે તકલીફ થાય ત્યારે સમજી લેવુ કે તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ રહેલો છે. આને દૂર કરવા માટે વાસ્તુમાં કેટલાક ખાસ ઉપાય દર્શાવવામાં આવ્યા છે. જો તમે પ્યાર, રોમાંસ અને તમારા આ ખાસ સંબંધમાં ખુશીઓ જાળવી રાખવા માંગતા હો તો કેટલીક નાની વસ્તુઓને હંમેશા ધ્યાનમાં રાખો.

યોગ્ય દિશામાં રાખો પથારી
કપલ માટે ખુબજ મહત્વપૂર્ણ જગ્યાએ એટલે બેડરૂમ સંબંધોને નવો ઓપ અને મજબુતી આપનાર આ જગ્યાએ નવ વિવાહિતોએ કેટલીક ખાસ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. વાસ્તુ અનુસાર નવવિવાહિતોની પથારી એટલે કે બેડને પૂર્વ-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ.

હવા ઉજાસનું ખુબજ મહત્વ
કહેવાય છે કે સૂર્યની રોશની જે ઘરમાં આવે ત્યાં હંમેશા ખુશીઓ છલકાતી રહે છે. તમારા ઘરમાં તમે એ રીતે બારી બારણા કે લાઈટો લગાવીને રાખો કે આખો દિવસ તમારા ઘરમાં કુદરતી પ્રકાશ આવ્યા કરે. તમારા બેડરૂમમાં બ્લૂ, ગ્રીન પિન્ક બલ્બ લગાવવાથી જરૂરથી ફાયદો થશે. આનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે. સંબંધોમાં કાયમી મીઠાશ જળવાશે.

દિશા પ્રમાણે સુવાથી થશે ફાયદો
ફક્ત નવા કપલે જ નહીં પણ કોઈ પણ પત્નીએ તેના પતિની ડાબી બાજુ સુવુ જોઈએ, પત્નીને પતિનું ડાબૂ અંગ માનવામાં આવે છે. યોગ્ય દિશામાં પતિ પત્ની સુવે તો ક્યારેય તકરાર થતી નથી. બને ત્યાં સુધી પતિ-પત્નીએ એક જ બેડ પર સુવુ જોઈએ. ઈલેક્ટ્રોનિક સામાન તકરારનું કારણ બની શકે છે. આનાથી નેગેટિવ એનર્જી ફેલાય છે, જે પતિ-પત્નીના પ્યારને ઓછો કરી નાખે છે.

આ Video જુઓ: તાપીમાં ગણપતિ દાદાનું ભવ્ય આગમન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન