these omes will bring good luck in your spiritual astrology
  • Home
  • Astrology
  • જો અચાનક તમારી સાથે થવા લાગે કંઈક આવું તો સમજી લો, કિસ્મત હવે બદલાઈ જશે

જો અચાનક તમારી સાથે થવા લાગે કંઈક આવું તો સમજી લો, કિસ્મત હવે બદલાઈ જશે

 | 1:47 pm IST

સારૂ કે ખરાબ, ધન-દૌલત, નામ-પ્રસિદ્ધિ તમામ વસ્તુઓ ભગવાનના હાથમાં હોય છે. આમ છતા દરેકની ઇચ્છા હોય છે કે તેની કિસ્મત ચમકવા લાગે છે. હવે આજે તમને જણાવીશું કે પ્રાકૃતિક રૂપથી અચાનક જો કોઈ ઘટના થવા લાગે તો સમજો તમને સંકેત આપી રહી છે કે તમારી કિસ્મત બદલાઈ રહી છે. તમારા સારા દિવસો હવે નજીક જ છે.

તમારા ઘરે આવે ચામાચીડિયુ
આ ખુબજ પ્રબળ સંકેત છે કે તમે હવે ધનવાન બની જશો. ચીનમાં ચામાચીડિયુ ધનનું પ્રતિક માનવામાં આવે છે. અહીં ફર્નિચર, પેન્ટીગ્સ અને સજાવટની વસ્તુઓમાં 5 ચામાચીડિયાની ડિઝાઇન બનાવવામાં આવે છે. અહી માન્યતા છે કે ચામાચીડિયુ ભાગ્યશાળી જગ્યાને જાણી લે છે અને પછી ત્યાં નિવાસ કરે છે. જ્યાં પોઝિટીવ એનર્જી હોય ત્યાં જ ચામાચીડિયા રહે છે. જો તમારા ઘરે ચામાચીડિયુ આવે તો સમજો લક્ષ્મીજી પ્રસન્ન થશે.

કોઈ શુભ દિવસે મળે પૈસા
જો કોઈ સારા દિવસે તમે ધાર્યુ પણ ન હોય એવી જગ્યાએથી નાણાકીય લાભ થાય તો સમજી લો કે પૈસા હવે આવશે જ.

એક જ જગ્યાએ કરોળિયો વારંવાર કરે જાળુ
જો કરોળિયો તમારા ઘરમાં એક જ જગ્યાએ જાળુ બનાવ્યા કરે તો શુભ સંકેત મળે છે. તમારી તમામ યોજનાઓ સફળ થશે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય ખાસ તમારા માટે છે. મહેનતનું યોગ્ય પરિણામ મળશે.

રસ્તામાં મળે સાપ તો…
સાપ તમને રસ્તામાં કે ઘરમાં કે પછી બગીચામાં મળી જાય તો સમજો સૌભાગ્યની પ્રાપ્તિ થશે. સાપને શિવજીનું પ્રતીક ચિહ્ન માનવામાં આવે છે.

આ વીડિયો જુઓ: જાણો, કેવા પાત્રમાં ભોજન કરવાથી કેવા ફળની થશે પ્રાપ્તિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન