relationship these remedies to avoid early ejaculation
  • Home
  • Featured
  • શીઘ્રપતનની સમસ્યાથી છો પરેશાન, આ રીતે મળશે સમાધાન

શીઘ્રપતનની સમસ્યાથી છો પરેશાન, આ રીતે મળશે સમાધાન

 | 2:10 pm IST

શીઘ્રપતન એક એવી સમસ્યા, જે મોટા ભાગે જે પુરૂષોને થાય તેને સેક્સમાંથી રસ રૂચી જ ઉડી જાય છે. સેક્સ દરમિયાન ઇંટરકોર્સ કરતાજ થોડી ક્ષણોમાં જ વીર્યનું સ્ખલન થઈ જવું શીઘ્રપતન કહેવાય છે. આ કારણે દંપતીમાં તકરાર થવા લાગે છે કેમકે આવા પુરૂષો પોતાની મહિલા પાર્ટનરને જોઈએ તેવો સંતોષ આપી શકતો નથી આ જ કારણે તેનામાં ધીરે ધીરે ગુસ્સો આવવા લાગે છે.

શીઘ્રપતનની સમસ્યા એવી સમસ્યા છે જેમાં લોકો આ અંગે ખુલીને સામે ચાલીને વાત કરતા અચકાય છે. ક્ષોભ અનુભવે છે. જેના કારણે ઈલાજમાં મોડુ થાય છે. આના કારણે ઘાતક પરિણામ સામે આવે છે.

આ ઉપાય અજમાવી જુઓ

સૌ પ્રથમ તો તમારા પાર્ટનર સાથે આ અંગે ખુલીને વાત કરો. આ એક બહુજ સામાન્ય સમસ્યા છે આથી ડરવાની કે શરમાવાની જરૂર જ નથી. સેક્સ કરતી વખતે મનમાંથી ડર કાઢી નાખો. ગ્લુકોઝ, જ્યુસ, દૂધનું સેવન કર્યા પછી સેક્સ કરો. જ્યારે સેક્સ કરો સતત એ વીચારો કે તમને શીઘ્રપતન થાય છે.

વધારે તકલીફ લાગે તો ડોક્ટરની સલાહ લો કેમકે સેક્સ અંગે વાત કરતા ખચકાટ અનુભવવા કરતા ખુલીને માહિતી લો અને મદદ પણ લો, દવા અને ડોક્ટરની સલાહ મુજબ વર્તો. તમને ચોક્કસ આ સમસ્યાથી છુટકારો મળશે.

સેક્સ કરતા પહેલા એક કલાક પહેલા હસ્તમૈથુન કરશો તો શીઘ્રપતનની સમસ્યાથી છુટકારો મળશે. ફોરપ્લે પર આપો વધારે ધ્યાન. સેક્સ કરતા પહેલા 15 મિનિટ સુધી ફોરપ્લે કરો. આ શીઘ્રપતન પર કાબૂ કરવાનો સારો રસ્તો છે.
જ્યારે સેક્સ કરતી વખતે લાગે કે હવે શીઘ્રપતન થવાનું છે તરતજ લિંગને બહાર કાઢી આગળના ભાગને કેટલોક સમય દબાવી રાખો. આવુ કરવાથી શીઘ્રપતન થતું નથી.

આ વસ્તુઓનું કરો સેવન
અશ્વગંધા, આદુ અને મધ, લસણ, ગાજર, સુંઠ અને આંબલી અને ગોળનું સેવન કરો કેસ્ટર ઓયલનો ઉપયોગ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન