શું તમે પણ અનિદ્રાની બીમારીથી પીડાવ છો, તો અજમાવો આ ઉપાય - Sandesh
NIFTY 10,894.70 +77.70  |  SENSEX 35,511.58 +251.29  |  USD 63.8450 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • શું તમે પણ અનિદ્રાની બીમારીથી પીડાવ છો, તો અજમાવો આ ઉપાય

શું તમે પણ અનિદ્રાની બીમારીથી પીડાવ છો, તો અજમાવો આ ઉપાય

 | 1:46 pm IST

શું તમે રાતે ઉઠીને છત પર સતત જોયા કરો છો અને વિચારતા હોય છે કે અલાર્મ ઘંટડીનો અવાજ આવે તે પહેલા થોડો આરામ કરી લેવો? શું તમે ઉંઘતી વખતે પડખા ફેરવી રહ્યા છો? શું તમને સવારે ઉઠવાના સમયે કમજોરી લાગે છે? જો હા તો આ ઉપાયને અપનાવીને તમે આરામદાયક ઉંઘ લઈ શકો છો.

– જુની વાર્તાઓ સાંભળવી :

જુના દિવસોને યાદ કરીને જ્યારે તમારી દાદી ઉંઘતા પહેલા તમને વાર્તા સંભળાવતી હતી. તે વાર્તાને માત્ર તમને રહસ્ય અને સપનાની દુનિયામાં લઈ
જતી હતી અને સાથે તેને સાંભળવાથી તમને ઉંધ આવી જતી. એ જ રીતે ફરીથી વાર્તા સાંભળનાની ટ્રાય કરો.

– યોગ્ય ગાદલું પસંદ કરો :

ક્યારેક બરાબર ગાદલું ના હોવાને કારણે પણ તમને રાતે ઉંઘ નથી આવતી. આ સમસ્યાને દૂર કરવા માટે સૌથી સારો ઉપાય છે કે એક આરામદાયક
ગાદલું પસંદ કરો, જેનાથી તમને જલ્દી ઉંઘ આવી જશે.

– બ્લૂ લાઈટને બંધ કરો :

સારી ઉંઘ મેળવવા માટે તમારા રૂમમાં શાંત માહોલ હોવો જરૂરી છે, તેના માટે તમારે બેડરૂમમાં સેલફોન, કોમ્પૂટર, ટેબલેટ, ટીવી અને અન્ય ગેજેટની
સ્ક્રિનમાંથી આવતી બ્લૂ લાઈટને બંધ કરી દો.

– મધુર અવાજ સાંભળો :

ઉંઘથી વખતે બારી-બારણા બંધ કરીને મધુર ગીતો કે ભજન સાંભળવાથી જલ્દી ઉંઘ આવી જશે. મઘુર અવાજ સાંભળવાથી તમને આરામ મળશે અને ઉંઘ
પણ સારી આવશે.

– ચેરીનો જ્યૂસ પીવો :

જો તમને ટેન્શનના કરાણે ઉંધના આવતી હોય તો તમે ઉંઘતા પહેલાં ચેરીનો જ્યૂસ પીવો તેનાથી ઉંઘ આવી જશે. એક અભ્યાસ અનુંસાર, ચેરીમાં
મેલાટોનિનિ હોય છે. મેલાટોનિન એક હોર્મોન છે જેનાથી ઉંઘ સારી આવે છે.

– લીંબૂ :

જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી, અસ્થમાં અથવા શરદીના કારણે ઉંઘ ના આવતી હોય તો એક લીંબૂ કાપીને તેને પોતાના બેડની કિનારી પણ રાખી
દો. તેનાથી તમારા રૂમમાં ફ્રેશ સુંગધ આવશે અને સારી ઉંઘ પણ આવશે. લીંબૂને પોતાના રૂમમાં રાખો.