These smart tips are best to easily remove problems related to bra
  • Home
  • Fashion & Beauty
  • બ્રાથી જોડાયેલી સમસ્યાઓને સહેલાઇથી દૂર કરવા બેસ્ટ છે આ સ્માર્ટ ટિપ્સ

બ્રાથી જોડાયેલી સમસ્યાઓને સહેલાઇથી દૂર કરવા બેસ્ટ છે આ સ્માર્ટ ટિપ્સ

 | 3:34 pm IST

મહિલાઓ માટે બ્રા ખૂબ જરૂરી હોય છે યોગ્ય બ્રા પસંદ કર્યા પછી પણ મહિલાઓ કેટલીક વખત બ્રાથી સંબંધિત સમસ્યાઓથી પસાર થવું પડે છે. ક્યારેક બ્રા ટોપની સાથે ફિક્સ નથી થતી તો ક્યારેક બ્રાનો અંડરવાયર પરેશાન કરે છે. જો તમારે પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો આ હેક્સ ટ્રાય કરો. જે તમારી સમસ્યાને દૂર કરવામાં હેલ્પ કરશે. આ સુપર-કુલ બ્રાને હેક્સને તમે સહેલાઈથી ઘરે પણ કરી શકો છો.

શેપમાં રાખો
બ્રાને શેપ રાખવા માટે હંમેશા તેને કબાટમાં રાખવાની જગ્યાએ એક હેન્ગર પર લટકાવીને રાખો. પરફેક્ટ ફિગર મેળવવા માટે તમારી બ્રાને શેપમાં રાખવી જરૂરી છે.

બ્રા એક્સ્ટેંડર
કેટલીક બ્રા મહિલાઓની ફેવરિટ હોય છે. તે ખૂબ કંફર્ટેબલ રહે છે. પરંતુ બ્રા જૂની થઇ જાય તો તે સંકોચાઇ જવાના કારણે તેને પહેરવામાં સમસ્યા થવા લાગે છે. એવામા તમે બ્રા એક્સટેંડરનો પ્રયોગ કરી શકો છો. જે તમારી સંકોચાઇ ગયેલી બ્રાના શેપને યોગ્ય કરવામાં મદદ કરે છે. બજારમાં રહેલા બ્રા એક્સટેંડર લઇને તમે તમારી બ્રામાં સીવી દો.

પેપર ક્લિક રેસરબ્રેક બ્રા
કપડાથી બહાર નીકળતી બહાર નીકળતી બ્રા ભલે વધારે ખરાબ ન લાગે પરંતુ રેસર બ્રેક ટોપ પર રેગુલર બ્રા દેખાવવી ખૂબ ખરાબ લાગી શકે છે. જે તમારા ટોપની સુંદરતાને ખરાબ કરી દે છે. આ સમસ્યાને દૂર કરવા માટે પેપર ક્લિપ તમારી હેલ્પ કરી શકે છે. બ્રા સ્ટ્રેપ્સને વાળીને પેપર ક્લિપ લગાવી દો. તમારા ટોપની સુંદરતા યથાવત રહેશે.

અંડરવાયરને ફિક્સ કરો
મહિલાઓને આ સમસ્યાથી પસાર થવું પડે છે. નવી અંડરવાયર બ્રા ખરીદવાના થોડાક સમય પછી અંડરવાયર બ્રા ખરીદ્યા પછી થોડાક સમય પછી અંડરવાયર બ્રા સાઇડમાંથી નીકળીને પરેશાન કરવા લાગે છે. તેનાથી મહિલાઓને બ્રેસ્ટમાં ઇજા થવાનો ખતરો પણ રહે છે. જેથી અંડરવાયરની કિનારીઓને ગ્લૂથી ચિપકાવીને સીલ કરી દો. આ સમસ્યા લાંબા સમસ્યા સુધી ખતમ થઇ જશે.

બ્રા સંકોચાઇ જવી
જો તમારી બ્રા મશીન કે ગરમ પાણીમાં ધોતા સમયે સંકોચાઇ ગઇ છે તો તમે તેની સાઇઝને વધારી શકો છો. તમે તમારી જૂની બ્રાના હૂક અને આઇને કટ કરો અને બન્ને કિનારી પર સિલાઇ કરી લો. હવે આ તેયાર વિસ્તારને બન્ને તરફથી સેટ કરીને રેડી કરી લો. આ ટ્રિક તમને ક્રિએટીવ નહીં પરંતુ તમારી ફેવરિટ બ્રાની લાંબો સમય ટકી શકશે.