These Stars Are True Friend In Real Life as well
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Friendship Day: ફિલ્મોમાં જ નહી, રીયલ લાઇફમાં પણ ‘સૉલિડ’ છે આ સ્ટાર્સની દોસ્તી

Friendship Day: ફિલ્મોમાં જ નહી, રીયલ લાઇફમાં પણ ‘સૉલિડ’ છે આ સ્ટાર્સની દોસ્તી

 | 11:52 am IST
  • Share

ફ્રેન્ડશિપ ડે આવતા જ મિત્રતાનાં જુના કિસ્સાઓ તાજા થઇ જાય છે. ફ્રેન્ડશિપ ડેને સેલિબ્રેટ કરવાનો દરેકનો અલગ અંદાજ છે. ફિલ્મોમાં દોસ્ત બનતા આ સ્ટાર્સનાં રીયલ લાઇફ દોસ્ત કોણ છે તે જાણવાની ઉત્સુકતા દરેકની હોય છે. ચલો આ ફ્રેન્ડશિપ ડે પર અમે તમને તમારા મનપસંદ સ્ટાર્સનાં રિયલ લાઇફ દોસ્તો વિશે જણાવીશું.

કરીના કપૂર-અમૃતા અરોડા

કરીના કપૂર અને અમૃતા અરોડાની દોસ્તી કોઇથી પણ છુપી નથી. આ બંનેની દોસ્તી વિશે સંપૂર્ણ બોલિવુડ સારી રીતે જાણે છે. બેબો જ્યારે પણ ફ્રી પડે છે ત્યારે તે પોતાની દોસ્ત અમૃતા સાથે ફરવા નીકળી પડે છે. બેબોએ ઘણીવાર જાહેરમાં અમૃતા અરોડાને પોતાની ટ્રુ ફ્રેન્ડ ગણાવી છે.

પ્રિયંકા ચોપરા-અર્પિતા શર્મા

પ્રિયંકા ચોપરા ભલે અત્યારે હૉલિવુડમાં વ્યસ્ત રહેતી હોય પરંતુ તે પોતાના જુના દોસ્તો સાથે કનેક્ટ રહેવાનું નથી ભૂલતી. બી ટાઉનમાં કહેવામાં આવે છે કે પ્રિયંકા અને અર્પિતા એક-બીજાનાં દોસ્ત જ નહી, પરંતુ બહેનો છે. જ્યારે અર્પિતા ખાન શર્મા અને આયુષ શર્મા ન્યૂયોર્કની ટ્રિપ પર ગયા ત્યારે પ્રિયંકાએ ડ્વેન જૉનસન સાથે તેમની મીટિંગ ફિક્સ કરાવી હતી. આ ઉપરાંત જ્યારે અર્પિતાએ આહિલને જન્મ આપ્યો ત્યારે પ્રિયંકાએ જાહેરમાં ખુશી વ્યક્તિ કરી હતી અને કામ છોડીને તેને મળવા પહોંચી હતી.

જેકલીન ફર્નાન્ડીઝ-સોનમ કપૂર

જેકલીન અને સોનમ કપૂર બંનેને બોલિવુડમાં ‘સ્ટાઇલ ડિવા’ તરીકે ઓળખવામાં આવે છે. કદાચ આ પણ એક કારણ છે કે બંને ખાસ ફ્રેન્ડ્સ છે. જેકલીન ક્યારેય પણ સોનમનાં કામ અને લુક્સની તારીફ કરવાનું નથી ભૂલતી. સોનમનાં લગ્નમાં પણ જેક્લીને જોરદાર ડાન્સ કર્યો હતો.

મીકા સિંહ અને પ્રીતમ

ઘણા ઓછા લોકો જાણે છે કે મીકા અને પ્રીતમ ઘણા સારા દોસ્ત છે. પોતાની અવાજ અને મ્યૂઝીકથી લોકોને દીવાના કરનારા આ બંને રીયલ લાઇફમાં ઘણા સારા ફ્રેન્ડ્સ છે. ઘણીવાર બંને લાઇવ ઇવેન્ટ દરમિયાન સાથે પરફૉર્મ કરતા જોવા મળ્યા છે. એવું પણ કહેવામાં આવે છે કે બંને એકબીજાનું નામ ફીસ લીધા વગર કરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો