These Stars won the LokSabha Election 2019 Seat
  • Home
  • Featured
  • સનીએ મચાવી ‘ગદર’ તો રવિ કિશને ‘બમ-બમ’ કરી મેળવી જીત, આ સિતારાઓની ચમકી કિસ્મત

સનીએ મચાવી ‘ગદર’ તો રવિ કિશને ‘બમ-બમ’ કરી મેળવી જીત, આ સિતારાઓની ચમકી કિસ્મત

 | 1:04 pm IST

લોકસભા ચૂંટણીની લગભગ દરેક બેઠકના પરિણામ જાહેર થઈ ગયા છે. દેશની જનતાએ એનડીએને ફરી પૂર્ણ બહુમત સાથે સત્તામાં વાપસી કરાવી છે. આ સાથે દેશમાં પીએમ મોદીની લહેરે બોલિવૂડના કેટલાક સિતારાઓની કિસ્મતને પણ ચમકાવી છે. જેમાં સની દેઓલ અને રવિ કિશન જેવા સિતારાઓના નામ સામેલ છે. જેમને રેકોર્ડ જીત હાંસલ કરી છે. તો આવો જાણીએ એવા સિતારાઓ વિશે જેમને લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

હેમા માલિની:

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને બીજેપી ઉમેદવાર હેમા માલિની યુપીની મથુરા લોકસભા બેઠકથી ચૂંટણી મેદાનમાં હતી. રિપોર્ટ મુજબ હેમા માલિનીએ મથુરામાં 6,64,291 વોટ પ્રાપ્ત કરી જીત હાંસલ કરી છે. હેમાનો મુકાબલો રાષ્ટ્રીય લોક દળના નેતા કુંવર નરેન્દ્ર સિંહ સાથે હતો. હેમા માલિનીએ નરેન્દ્ર સિંહને લગભગ ત્રણ લાખ વોટથી હરાવ્યા છે.

સની દેઓલ:

સની દેઓલ પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠકથી બીજેપીના ઉમેદવાર છે. મીડિયા રિપોર્ટ મુજબ ચૂંટણી પરિણામોમાં સની દેઓલને 5,58,719 વોટ મળ્યા. સનીની સામે કોંગ્રેસના સુનીલ જાખડ હતા. સુનીલને સની દેઓલે 82,459 વોટથી હરાવ્યા.

રવિ કિશન:

ભોજપુરી સિનેમાના અમિતાભ બચ્ચન તરીકે પ્રખ્યાત રવિ કિશન ગોરખપુરથી બીજેપી ઉમેદવાર હતા. રિપોર્ટ મુજબ રવિ કિશનને લગભગ 7,17,122 વોટ મળ્યા. રવિ કિશન સામે સમાજવાદી પાર્ટીના નેતા રામભુઆલ નિષાદ ચૂંટણી મેદાનમાં હતા. જેને રવિ કિશને લગભગ 3 લાખ વોટોથી હરાવ્યા.

સ્મૃતિ ઈરાની:

આ લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીની જીતને એક ઐતિહાસિક જીત માનવામાં આવી રહી છે. કારણ કે તેની સામે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી મેદાનમાં હતા. અમેઠીને કોંગ્રેસનો ગઢ પણ માનવામાં આવે છે. પરંતુ આ વખતે સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 55,120 વોટોની હરાવ્યા. સ્મૃતિને લગભગ 4,68,514 વોટ મળ્યા.

બાબુલ સુપ્રીયો:

પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પર બીજેપીના હાલના સાંસદ બાબુલ સુપ્રિયોને આશરે 6,33,378 વોટ મળ્યા. તેની સામે તૃણમૂલના ઉમેદવાર મુનમુન સેન હતા જેમને 1,97,637 વોટથી હારનો સામનો કરવો પડ્યો.

નુસરત જહાં:

નુસરત જહાં પણ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં ઉતરી હતી. મમતા બેનર્જીએ બંગાળી એક્ટ્રેસને બસીરહાટ લોકસભા સીટથી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ આપી હતી. નુસરતે મમતાના વિશ્વાસને જાળવી રાખ્યો અને લગભગ 6,21,606 વોટ પ્રાપ્ત કર્યા. તેની સામે બીજેપીના ઉમેદવાર સયાંતા બાસુ હતા જેમને લગભગ 3 લાખ વોટોથી કારમી હાર મળી.

કિરણ ખેર:

બોલિવૂડ એક્ટ્રસ કિરણ ખેરે ચંડીગઢ લોકસભા બેઠકથી બીજીવાર જીત પ્રાપ્ત કરી છે. તેમને 2,31,188 વોટ મળ્યા. કિરણ ખેરે કોંગ્રેસના પનવ કુમાર બંસલને 46,970 વોટોથી હરાવ્યા છે. કિરણ ખેરે પહેલીવાર 2014માં આ જ બેઠકથી બીજેપીની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી હતી.

મનોજ તિવારી:

નોર્થ ઈસ્ટ દિલ્હીમાં બીજેપીના ઉમેદવાર અને ભોજપુરી એક્ટર, સિંગર મનોજ તિવારીને લગભગ 7,78,799 વોટ મળ્યા. તેની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત ચૂંટણી મેદાનમાં હતા. મનોજે તેમને 3,66,102 વોટથી હરાવ્યા.

હંસરાજ હંસ:

ઉત્તર પશ્ચિમ દિલ્હીથી બીજેપીના ઉમેદવાર અને સૂફી ગાયક હંસરાજ હંસને 8,48,663 વોટ મળ્યા. તેમની સામે ‘આપ’ના ગુગન સિંહ હતા જેને લગભગ 2,94,766 વોટોથી હરાવ્યા. ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસથી જાદવપુર બેઠકથી મિમી ચક્રવર્તીને 6,88,472 વોટ મળ્યા. તેને બીજેપીના અનુપમ હાજરાને 2,95,239 વોટોથી હરાવી રેકોર્ડ જીત પ્રાપ્ત કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન