Nasa Gave Statement on 30 Years old Space Telescope Hubble
  • Home
  • Technology
  • નાસાએ 30 વર્ષ જૂના સ્પેસ ટેલીસ્કોપ હબલને લઈને આપ્યું મોટું નિવેદન

નાસાએ 30 વર્ષ જૂના સ્પેસ ટેલીસ્કોપ હબલને લઈને આપ્યું મોટું નિવેદન

 | 1:15 pm IST

રાષ્ટ્રમાં હવે શટ ડાઉનનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. નાસાએ પોતાના 30 વર્ષ જુના સ્પેસ ટેલીસ્કોપ હબલને લઈને એક નિવેદન આપ્યું છે. નાસા અનુસાર તેના સ્પેસ ટેલીસ્કોપનો કેમેરો ‘વાઈડ એંગલ ફીલ્ડ 3’ હાર્ડવેર સમસ્યાના કારણે તે કામ કરવાનું બંધ કરી દીધું છે.

સૂત્રો મુજબ અમેરિકી શટડાઉનથી આ સમસ્યાને સુધારવી ખુબ મુશ્કેલ છે, કેમકે કેટલાક પ્રમુખ કર્મચારી જે તેને સુધારી શકે છે તેઓ વર્તમાનમાં કામ નકારી દીધુ છે.

2008માં સર્વિસિંગ મિશન બાદ આશા હતી કે તે 2014 સુધી કામ કરતું રહેશે. અને આખરે એવું જ જોવા મળ્યું કે હબલ હાર્ડવેર સમસ્યાના કારણે અંતરિક્ષની તસ્વીરો મોકલવામાં હવે સક્ષમ નથી.

સુત્રો અનુસાર અમેરિકી ખગોળ વૈજ્ઞાનિક એડવિન પોંવેલના નામ પર તેને ‘હબલ’ નામ આપવામાં આવ્યું હતું. પહેલાથી જ 1983માં લોંચ કરવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ કેટલીક ટેકનોલોજીના કારણે આ યોજનામાં 7 વર્ષનો વિલંબ થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.