These things are the most dangerous for your health, do not consume by mistake
  • Home
  • Health & Fitness
  • આ વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય માટે છે સૌથી વધુ ખતરનાક, ભૂલથી ના કરશો સેવન

આ વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય માટે છે સૌથી વધુ ખતરનાક, ભૂલથી ના કરશો સેવન

 | 4:30 pm IST

દુનિયાનો દરેક વ્યક્તિ વિચારે છે કે તે સારૂ ડાયટ લે અને સ્વસ્થ રહે. આ માટે લોકો ગણી વખત સોશિયલ મીડિયામાં કોઇ દ્વારા શેર કરવામાં આવેલા ડાયટ શિડ્યૂલને ફોલો કરવાનું શરૂ કરી નાંખે છે. આ સિવાય ઘણી વખત જાણકારી ન હોવાના કારણે પણ લોકો ખોટૂ ડાયટ કરવા લાગે છે. જેનું દુષ્પરિણામ તેમને ભોગવવું પડે છે. આવો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ તેનું સેવન તમારે ભૂલથી પણ ન કરવું જોઇએ.

ગળી વસ્તુઓ

જો તમે ગળી વસ્તુઓ આરોગી રહ્યા છો તો તેને તમારા ડાયટથી હટાવો. આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે ફાટદાકારક છે. કારણ કે આર્ટિફિશિયલ સ્વીટનર ઘણા પ્રકારની હેલ્થ સમસ્યાઓનું કારણ બને છે. એક શોધમાં જાણવા મળ્યું છે કે, લોકો ડાયટ સોડા પીવે છે, તેમની ભૂખ વધુ ખુલી જાય છે, જેના કારણે લોકો વધારે કેલેરીવાળુ ખાવા લાગે છે. જેના કરાણે લોકોને બોડી માસ ઇંડેક્સ (બીએમઆઇ) વધી જાય છે. જો તમે પાણીને થોડુ મીઠુ બનાવીને પીવા ઇચ્છો છો તો તમે તમા રસભરી, કાકડીના પાન, પૂદીનો અથવા લીંબુ જેવી વસ્તુઓ ભેળવી શકો છો.

વધારે ઉંઘવુ

આજે પણ ભાગદોડભરેલી જિંદગીમાં વીકેન્ડમાં મોડા સુધી ઉંઘવું સૌ કોઇને પસંદ છે. શું તમને ખબર છે કે વીકેન્ડમાં વધારે સમય સુધી ઉંઘવાથી તમારા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. વીકેન્ડમાં 10 થી 12 કલાકની ઉંઘ તમારા બોડી ક્લોકની સાથે ખિલવાડ કરી શકે છે. જેના કારણે તમને કામ કરવામાં મુશ્કેલી આવી શકે છે. આથી તમને ધ્યાન લગાવવામાં પણ અડચણ આવી શકે છે. વીકેન્ડમાં પણ 7 થી 8 કલાક જ ઉઘવું જોઇએ.

રેડવાઇનનું વધારે સેવન

રેડ વાઇન તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેમા પેલીફેનોલ્સ નામના એંટીઓક્સિડેંટ હોય છે જે તમારા દીલ માટે ખુબ જ સારૂ માનવામાં આવે છે. પરંતુ જરૂરીયાતથી વધારે કોઇ વસ્તુ નુક્સાન પણ કરી શકે છે. અત્યાર સુધીમાંમ કોઇ રિસર્ચમાં રેડ વાઇન પીવાના લાભ વિશે જાણકારી આપવામાં આવી નથી. હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, રેડ વાઇનનું વધારે માત્રામાં સેવન કરવાથી હૃદય રોગ, સ્ટ્રોક, હાર્ડ બ્લડ પ્રેશર અને કેટલાક પ્રકારના કેન્સર થવાનો ખતરો વધી જાય છે.

કાર્બોહાઇડ્રેટનું સેવન ન કરવું જોઇએ

કાર્બોહાઇડ્રેટ એવા પોષક તત્વ હોય છે જે તમને ઉર્જા આપવાનું કામ કરે છે. આ સાથે જ તે તમારી માસપેશિયો અન મગજ માટે ઇંધણનું કામ કરે છે. માટે કિટો ટાયટને ફોલો કરવું અને કાર્બોહાઇટ્રેડને સંપૂર્ણ રીતે પોતાના ડાયટથી હટાવી દેવું પણ સ્વાસ્થ્ય માટે સારૂ છે. માટે તમારે તમારા આહારમાં સિમીત માત્રામાં કાર્બોહાઇડ્રેટનું સેવન અવશ્ય કરવું જોઇએ.

આ વીડિયો પણ જુઓ: તડકામાં બેસવાથી થશે આ અઢળક ફાયદા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન