how to boost signal strength of your android smartphone
  • Home
  • Technology
  • સ્માર્ટફોનમાં નેટવર્કની તકલીફ પડે તો અપનાવો આ ટીપ્સ

સ્માર્ટફોનમાં નેટવર્કની તકલીફ પડે તો અપનાવો આ ટીપ્સ

 | 4:13 pm IST

સ્માર્ટફોનમાં અનેકવાર એવું થાય છે કે ફોનમાં નેટવર્ક અને સિગ્નલ આવતાં નથી. જેના કારણે કોલ ડ્રોપ થાય છે. જેના કારણે ઈન્ટરનેટની સ્પીડ સ્લો થઈ જાય છે. આ ઉપરાંત ઈમેઈલ મોકલવામાં પણ મુશ્કેલી થાય છે. આજના સમયમાં ફોન અને ઈન્ટરનેટ આપણા માટે ખૂબ જ અગત્યનું સાધન છે. આજના સમયમાં મોટાભાગના કામ માટે ઈન્ટરનેટ પર આધાર રાખવો પડે છે. જો ફોનમાં સિગ્નલ અને નેટ ન હોય તો કામ પર અસર પડે છે. અમે એવી ટીપ્સ બતાવીશું જેથી તમે ફોનના સિગ્નલમાં વધારો કરી શકો છો.

સ્માર્ટફોનની અંદર પાવર સેવિંગ ફીચર હોય છે. જેથી જ્યારે પણ ફોનની બેટરી ઓછી હોય છે તો આ ફીચર બેટરી બચાવે છે. જોકે, નેટવર્ક શોધતાં સમયે ફોનની બેટરીનો વધારે ઉપયોગ થાય છે. જ્યારે પણ ફોનની બેટરી ઓછી હોય છે ત્યારે બની શકે છે કે ફોનમાં ઓછું નેટવર્ક આવે.

જેથી ફોનમાં બ્લૂટૂથ, વાઈફાઈ જેવા કનેક્ટિંગ એપ્લિકેશનને પણ બંધ કરી દેવા જોઈએ. તેમજ બીજી ટીપ્સમાં ફોનના રિયર કવર વગેરે ફોનના પ્રોટેક્શનને તો વધારે જ છે. તો બીજી બાજુ આ સિગ્નલને બ્લોક પણ કરે છે. ફોન પર જેટલું મોટું બેક કવર હશે. સિગ્નલ એટલું જ ઓછું કામ કરશે.

સ્માર્ટફોનને એવી રીતે પકડવો જોઈએ જેથી એન્ટેના બેન્ડ બ્લોક ન થાય. ફોન અને ટાવરની વચ્ચે ઓછી મુશ્કેલી આવવી જોઈએ. ટાવરથી ફોન સુધી સિગ્નલ પહોંચવા માટે ખૂબ જ મુશ્કેલીઓ નડે છે. જેના કારણે પહેલા સિગ્નલ નબળા પડી જાય છે. નબળા સિગ્નલની પરેશાની દૂર કરવા માટે તમે કેટલીક ટીપ્સ અપનાવી શકો છો. જેમ કે મેટલ અથવા કોંક્રિટની દિવાલથી દૂર થઈ જાઓ. ખુલ્લી જગ્યાએ આવો જ્યાં સિગ્નલ બરાબર મળી શકે. સ્માર્ટફોનને ઈલેક્ટ્રોનિક્સ સાધનોથી દૂર રાખશો તો પણ નેટવર્ક સારી રીતે પકડાશે.