these tips will help you to remove mosquitoes from house
  • Home
  • Featured
  • 10 મિનીટમાં મચ્છરને ભગાડી દેશે આ 10 દેશી ઉપાય

10 મિનીટમાં મચ્છરને ભગાડી દેશે આ 10 દેશી ઉપાય

 | 12:25 pm IST

આમ તો માર્કેટમાં મચ્છર મારવા માટેની અનેક દવાઓ મળે જ છે. પરંતુ તેનો ઉપયોગ આપણા શરીરને વધુ નુકશાન પહોંચાડે છે. મચ્છર ભગાડતી કોઈ 100 સિગરેટ જેટલો ધુમાડો છોડે છે. તો હવે વિચારો કે, તે આપણી હેલ્થને કેટલું નુકશાન પહોંચાડતી હશે. ઘરના બાળકોના શ્વાસમાં પણ આ ધુમાડો જાય છે. જે બહુ જ હાનિકારક છે. ત્યારે આજે જાણી લો કે, કુદરતી રીતે કેવી રીતે તમે મચ્છરોને ભગાડી શકશો.

લીમડાનો લેમ્પ
એક નાનકડા લેમ્પમાં કેરોસીન લો. તેમાં ત્રીસ ટીપા લીમડાનું તેલ ઉમેરો. હવે બે ટિક્કી કપૂર 20 ગ્રામ નારિયેળના તેલમાં પીસીને નાખી દો. આ મિશ્રણને બાળવાથી ઘરમાંથી બધા મચ્છર ભાગી જાય છે. તેને બાળવાથી કોઈ નુકશાન પણ નથી થતું.

અજમો
અજમાને બારીક પીસી લો. હવે તેમાં સમાન માત્રામાં સરસવનું તેલ મિક્સ કરીને તેમાં પૂઠાના કેટલાક ટુકડા પલાળી લો. હવે આ ટુકડાને રૂમમાં ચારે તરફ ઊંચાઈ પર મૂકી દો. આવું કરવાથી મચ્છર તરત દૂર ભાગી જશે.

નારિયેળ તેલ
નારિયેળ તેલની બરાબર માત્રામાં લીમડાનું તેલ મિક્સ કરીને તેને બાળવામાં આવે તો તેનાથી મચ્છર ભાગી જશે.

  •  સળગતા કોલસા પર નારંગીની છાલ મૂકી દો. હવે આમાંથી નીકળતા ધુમાડાથી મચ્છર ભાગી જશે.
  •  સોયાબીનના તેલથી સ્કીન પર હળવેકથી મસાજ કરો. તેનાથી મચ્છર તમારાથી દૂર રહેશે. આ ઉપરાંત યુકેલિપ્ટસનું તેલ પણ કારગત નીવડે છે.
  •  તુલસીના પાનનો રસ અને સરસવરનું તેલ બોડી પર લગાવવાથી મચ્છર તમને કરડશે નહિ.
  •  લીમડાના પાનથી નીકળતો ધુમાડો બાળવાથી મચ્છર ઘરમાંથી દૂર ભાગશે.
  •  લવિંગના તેલની વાસથી મચ્છર દૂર ભાગે છે. તેથી લવિંગના તેલમાં નારિયેળનું તેલ મિક્સ કરીને સ્કીન પર લગાવો. આ ઈલાજ ઓડોમોસથી ઓછો નથી.
  •  ગલગોટાના ફુલ પણ મચ્છર ભગાવવાનો અક્સીર ઈલાજ છે. ગલગોટાના છોડને તમારા બગીચામાં નહિ, પણ સાંજના સમયે બાલ્કનીમાં મૂકી દો. મચ્છર નહિ આવે.