these two indonesian women fight over dish at wedding video goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: બે ખાઉંધરી મહિલા હાથાપાઈ પર ઉતરી આવી, કાઉન્ટર પાસે ધડબડાટી બોલાવી દીધી

VIDEO: બે ખાઉંધરી મહિલા હાથાપાઈ પર ઉતરી આવી, કાઉન્ટર પાસે ધડબડાટી બોલાવી દીધી

 | 11:39 am IST

જ્યારે આપણી સોસાયટી કે પછી આજુબાજુના વિસ્તારમાં લગ્નનો માહોલ હોય ત્યારે જમતી વખતે અઘરી નોટોના દર્શન થતા હોય છે. કોઈ તો એટલી હદે નખરા કરતું હોય કે બધા લોકોનું ધ્યાન પરણતા વરરાજા અને વહૂ કરતા એ નોટ પર વધારે ધ્યાન હોય. હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં બે મહિલાઓ ખાવા માટે થઈને હાથાપાઈ પર ઉતરી આવે છે.

આ વીડિયો છે ઈન્ડોનેશિયાનો. બે મહિલાઓ થાળી લઈને ઉભી છે અને ઝઘડો કરી રહી છે. બાકી આજુબાજુની જનતા આ બંન્ને મહિલાને જોઈને મજા લઈ રહી છે.

આમ તો આ લોકોની ભાષા સમજાય એવી નથી. પરંતુ જ્યા સુધી માહિતી મળી છે એ પ્રમાણે જો વાત કરીએ તો એક મહિલા બીજીને કહે છે કે, તને શરમ નથી આવતી, કેટલુક ખાઈશ. આખા ગામનું ખાવાનુ લઈને જઈશ. બસ આટલું કહ્યું અને યુદ્ધ છેડાઈ ગયું. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન