These Two JIO Prepaid Plans Under 400 Rs Will Be Good for You
  • Home
  • Featured
  • 400 રૂપિયાની અંદર JIOના બે ધાંસૂ પ્લાન, 84 જીબી ડેટા સાથે મળશે આ લાભ

400 રૂપિયાની અંદર JIOના બે ધાંસૂ પ્લાન, 84 જીબી ડેટા સાથે મળશે આ લાભ

 | 1:07 pm IST

રિલાયન્સ જીઓ પોતાના સસ્તા પ્લાનને કારણે લોકોમાં ખાસ્સું લોકપ્રિય છે. અને જીઓ પોતાના ગ્રાહકો માટે અલગ-અલગ કિંમતોવાળા પ્લાન ઓફર કરે છે. અનેક ગ્રાહક વધારે ડેટાવાળો પ્લાન ઈચ્છે છો તો ઘણાં લોકો લાંબી વેલિડિટીવાળા પ્લાનની શોધ કરતા હોય છે. અમે તમને જીઓના બે પ્લાન વિશે જણાવીશું જે તમને 400 રૂપિયાની અંદર મળશે. તેમાં એક પ્લાનમાં રોજનો 1.5 જીબી ડેટા મળશે, તો બીજા પ્લાનમાં ડબલ વેલિટિડી મળશે.

રિલાયન્સ જીઓમાં 399નો એક પ્લાન છે. જેમાં તમને રોજનો 1.5 જીબી ડેટા મળશે. અને આ પ્લાનની વેલિડિટી 56 દિવસની રહે છે. આમ ગ્રાહકને આ પ્લાન દ્વારા 84 જીબી ડેટા મળે છે. કોલિંગની વાત કરીએ તો તેમાં યુઝર્સ માટે જીઓ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 2000 નોન જીઓ મિનિટ મળે છે. આ ઉપરાંત રોજનાં 100 એસએમએસ અને જીઓ એપ્સનું મફત સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે.

જીઓનો બીજો પ્લાન 349 રૂપિયાનો છે. જેમાં તમને ફક્ત 28 દિવસની વેલિડિટી મળે છે. આ રોજના 3 જીબી ડેટાવાળો પ્લાન છે. અને આ રીતે 28 દિવસમાં તમને 84 જીબી ડેટા ઉપયોગમાં લઈ શકો છો. તેમાં પણ જીઓ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. પણ અન્ય નેટવર્ક પર 1000 નોન જીઓ મિનિટ આપવામાં આવે છે. આ ઉપરાંત રોજના 100 મેસેજ અને જીઓ એપ્સનું સબસ્ક્રિપ્શન મફતમાં મળે છે.

જો તમે ઈન્ટરનેટનો વધારે ઉપયોગ કરો છો તો. 349 રૂપિયાવાળો પ્લાન તમારા માટે શ્રેષ્ઠ રહેશે, કેમ કે તેમાં રોજનો 3 જીબી ડેટા મળે છે. જો કે, તમારે વધારે વેલિડિટી જોઈએ છે તો તમે 399વાળા પ્લાનનું રિચાર્જ કરાવી શકો છો.

આ વીડિયો પણ જુઓઃ સુરત ગોટાલાવાડી રિ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો મુદ્દો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન