these-two-models-of-iphone-may-be-discontinue-this-year
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ટૂંક સમયમાં બંધ થશે Appleનો આ મોંઘેરો ફોન! આવ્યા ખરાબ સમાચાર

ટૂંક સમયમાં બંધ થશે Appleનો આ મોંઘેરો ફોન! આવ્યા ખરાબ સમાચાર

 | 5:17 pm IST

Appleએ iPhonesના નવા મૉડલ્સના લૉન્ચિંગની પુરી તૈયારી કરી લીધી છે. આ તમામ વાતો વચ્ચે અહેવાલ મળી રહ્યા છે કે કંપની આ વર્ષે પોતાના ફ્લેગશિપ iPhone X અને iPhoneને બંધ કરી દેશે. તેના પાછળનું કારણ બતાવવામાં આવી રહ્યું છે કે, કંપનીના અપકમિંગ મૉડલ્સ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાઈ રહ્યું છે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

એક રિપોર્ટ અનુસાર, ક્યૂપર્ટિનો બેસ્ડ કંપની પોતાના આ બન્ને મૉડલ્સને બંધ કરી દેશે, જેના માટે આઈફોન્સ પર ફોકસ કરવામાં આવી શકે. ઘણા બધા ગ્રાહક નવા આઈફોન ડિવાઈસને લેવા માટે રાહ જોઈ રહ્યા છે. તેવામાં આશા છે કે એપલે 2018ના છેલ્લા બે ત્રિમાસિકમાં 91 મિલિયન (9.1 કરોડ) આઈફોન ડિવાઈસ બનાવ્યા છે. તેના સિવાય કંપની 2019ની પહેલી ત્રિમાસિકમાં પોતાની પ્રૉડક્શન કેપેસિટીને 92 મિલિયન (9.2 કરોડ) સ્માર્ટફોન્સ સુધી વધારી શકે છે જે સામાન્યથી ઘણી વધારે છે.

રિપોર્ટ અનુસાર, એપલ આ વર્ષે ત્રીજી ત્રિમાસિકમાં iPhone 9, iPhone 11 અને iPhone 11 Plusને 28 મિલિયન (2.8 કરોડ) યૂનિટ્સ બનાવી રહી છે, જ્યારે પહેલા આ એસ્ટિમેન્ટ 24 મિલિયન (2.4 કરોડ) યૂનિટ્સનું હતું. તેના સિવાય આશા છે કે કંપની 2018ની ચોથી ત્રિમાસિકમાં 60 મિલિયન યૂનિટ્સ આગામી વર્ષના પહેલા ત્રિમાસિકમાં 46 મિલિયન યૂનિટ્સ અને બીજી ત્રિમાસિકમાં 46 મિલિયન યૂનિટ્સનું પ્રૉડક્શન કરશે. આ આંકડો પહેલાથી ઘણો વધારે છે. રિપોર્ટનું માનીએ તો જે યૂઝર્સ iPhone Xની ડિસ્પ્લે વધારે નાની લાગે છે તે આઈફોન 11 પ્લસ લેવો પસંદ કરશે.