These Two TV Actress Entered In Asia's Sexiest Women List
  • Home
  • Featured
  • Photos: બોલીવુડની અભિનેત્રીઓને પછાડી આ ટીવી અભિનેત્રીઓ બની એશિયાની સેક્સી મહિલા

Photos: બોલીવુડની અભિનેત્રીઓને પછાડી આ ટીવી અભિનેત્રીઓ બની એશિયાની સેક્સી મહિલા

 | 1:40 pm IST

તાજેતરમાં જ આ વર્ષની એશિયાની સૌથી સેક્સી મહિલાઓનું લિસ્ટ જાહેર થયું છે. આ લિસ્ટમાં બોલીવુડ હસીનાઓ સહિત આ વખતે ટીવીની અભિનેત્રીઓએ પણ બાજી મારી છે. બીજા નંબરે પ્રિયંકા ચોપરા છે. તો ગત વખતની જેમ આ વખતે પણ નિયા શર્મા ત્રીજા નંબરે છે. ચોથા નંબરે માહિરા ખાન છે. તો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની નાયરા એટલે કે શિવાંગી જોશી જ્યાં ગયા વર્ષે 16માં નંબરે હતી, તો આ વખતે તે 5માં નંબર પર આવી ગઈ છે. હિના ખાનની વાત કરવામાં આવે તો તે આ વર્ષે સૌથી વધારે પોતાના બૉલ્ડ લૂકને કારણે ચર્ચામાં છે. તેણે પહેલીવાર ટૉપ 10- સેક્સી મહિલાઓનાં લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.

ઉલ્લેખનીય છે કે હિના ખાન અને શિવાંગી જોશી ઘણીવાર પોતાની પોતાની બૉલ્ડ તસવીરો શેર કરતી હોય છે. હિના ખાન જલદી બોલીવુડમાં પણ ડેબ્યૂ કરવાની છે. તો નિયા શર્માનાં ફેન્સ તેની તસવીરોની હંમેશા રાહ જોતા હોય છે. તો હિના ખાન ‘કસૌટી જિંદગી કી-2’માં કોમોલિકાનાં પાત્રને કારણે પણ ચર્ચામાં છે. તો સમાચાર છે કે હિના ખાન ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં પણ હિના ખાન જોવા મળશે. હિના ખાન પોતાના બૉયફ્રેન્ડ રૉકી જયેસ્વાલને કારણે ચર્ચામાં રહે છે અને બંને અવાર-નવાર સાથે જોવા મળતા હોય છે.

શિવાંગી જોશીની વાત કરીએ તો તે ‘બેગુસરાઈ’માં પૂનમ અને ‘બેઇન્તેહા’માં આયતનાં પાત્રમાં જોવા મળી હતી. તે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં નાઇરા ગોએન્કાનો રૉલ કરી રહી છે.