These unique places connected 'Shri Krishna' are located in Mathura
  • Home
  • Featured
  • મથુરામાં સ્થિત છે ‘શ્રી કૃષ્ણ’નું મંદિર, અહીં આવેલો છે કંસ કિલ્લો – તમે પણ લો મુલાકાત

મથુરામાં સ્થિત છે ‘શ્રી કૃષ્ણ’નું મંદિર, અહીં આવેલો છે કંસ કિલ્લો – તમે પણ લો મુલાકાત

 | 3:35 pm IST

જો તમે મથુરામાં છો, તો તમે અહીંના મુખ્ય મંદિરને જોયા વિના કેવી રીતે જીવી શકો. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ આ મંદિરમાં થયો હતો. અહીં પહોંચ્યા બાદ તમારુ મન કૃષ્ણમય થઇ જશે અને તમે તમની અદ્બુત બાલ-લીલાઓના કિસ્સા સાંભળીને ભાવ-વિભોર થઇ જશો. આમ તો ફરવાના હિસાબથી વૃંદાવનનું નામ આવે છે કારણકે આ જગ્યા પર કૃષ્ણનું બાળપણ પસાર થયું હતુ. પરંતુ ભગવાનની જન્મ નગરી મથુરામાં આવવા પર પણ તમને નિરાશા નહીં થાય અહીં ફરવા માટે ઘણી જગ્યાઓ છે.

કંસ કિલ્લો

મથુરા જઇ રહ્યા છો તો માત્ર મંદિર જ નહીં અહીં જોવા માટે ઘણી જગ્યાઓ છે. જેમાથી એક છે કંસનો કિલ્લો… મુઘલ અને સ્થાપત્ય શૈલીથી બનેલો આ કિલ્લો ખૂબ જ અદ્ધુત છે. તેને પુરાણ કિલ્લો પણ કહેવામાં આવે છે.

કુસુમ સરોવર

ગોવર્ધન પર્વતની પરિક્રમાના રસ્તામાં બનેલું આ સરોવર ખૂબ ખાસ છે. આ સરોવરનું નામ રાધાની બેનપણી કુસુમાના નામ પર પડ્યું હતુ. આ સરોવર 450 ફૂટ લાંબુ અને 60 ફૂટ ઉંડુ છે આ સરોવરની પાછળ મોટો ફુલોનો બગીચો છે. આ સરોવરની ખાસિયત એ છે કે તમે આ ઐતિહાસિક સરોવરમાં સ્નાન કરી શકો છો.

travel

તિલક દ્રાર

તિલક દ્રારને જોયા વગર તમારે મથુરાની સ્થાનિક બજાર અંગે કઇ ખબર પડશે નહીં. એવું પણ કહી શકો છો કે તિલક દ્રાર મથુરાની સ્થાનિક જીંદગીને જોવાનો દરવાજો છે.

કૃષ્ણ જન્મભૂમિ

મથુરામાં છો તો અહીંના મુખ્ય મંદિર જોવા લાયક છે કહેવાય છે કે આ મંદિરમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો તો મથુરા જાઓ તો અહીં દર્શન જરૂર કરજો. અહીંનું મુખ્ય આકર્ષણ કૃષ્ણની વિશાળ સંગમરમરની મૂર્તિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન