મોબાઇલ નંબર સેવ કર્યા વીના આવી રીતો Whatsapp પર મોકલો મેસેજ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • મોબાઇલ નંબર સેવ કર્યા વીના આવી રીતો Whatsapp પર મોકલો મેસેજ

મોબાઇલ નંબર સેવ કર્યા વીના આવી રીતો Whatsapp પર મોકલો મેસેજ

 | 12:09 pm IST

વોટ્ટસએપ પર તમારે પણ ક્યારેક-ક્યારેક એવા લોકોને મેસેજ કરવો પડતો હશે, જેમનો મોબાઇલ નંબર તમારા મોબાઇલમાં સેવ કરવાની જરૂર નથી હોતી. તો આજે અમે તમને આથી બચવાની એક રીત વિશે જણાવીશું. કેવી રીતે તમે કોઇ પણ વ્યક્તિનો નંબર તમારા મોબાઇલમાં સેવ કર્યા વીના તેને વોટ્ટસએપ પર મેસેજ કરી શકો છો.

નંબર સેવ કર્યા વીના જ કોઇપણ વ્યક્તિને Whatsapp પર મેસેજ કરવો ખુબ જ સરળ છે. આ માટે તમારે તમારા મોબાઇલમાં માત્ર એક જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ એપ્લિકેશનની ખાસ વાત એ છે કે, આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે તેમા કોઇ માહિતી ભરવાની જરૂરીયાત નથી. તેમા કોઇ કજીસ્ટ્રેશન કરવાની પણ જરૂરીયાત નથી.

સૌથી પહેલા તમારા ફોનમાં Whatsme એપને ગૂગલ પ્લેથી ડાઉનલોડ કરી લો. બાદમાં આ એપ ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે માત્ર એક જ કામ કરવાનું છે કે, આ એપમાં માત્ર તે નંબરને ડાયલ કરો, જે નંબર પર તમારે મેસેજ કરવો છે. આ એપમાં પણ તે નંબરને સેવ કરવાની જરૂરીયાત નથી. ધ્યાન રહે જે નંબર પર તમે મેસેજ કરવા જઇ રહ્યા છો તે પહેલા તે દેશનો કોડ જરૂરથી લગાવી દો જે નંબર પર તમે કોલ કરવા જઇ રહ્યા છો. આ એપમાં વધારે કંઇ કરવાની જરૂરીયાત નથી. નંબર ડાયલ કર્યા બાદ માત્ર તમારે ચૈટ પર ક્લિક કરવાની છે. બાદમાં તમે નંબર પર ચૈટ કરી શક્શો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો