આ રેસલર બની ગયા છે દાદા અને નાના, નામ જાણીને તમે પણ રહી જશો આશ્ચર્યચકિત - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Other Sports
  • આ રેસલર બની ગયા છે દાદા અને નાના, નામ જાણીને તમે પણ રહી જશો આશ્ચર્યચકિત

આ રેસલર બની ગયા છે દાદા અને નાના, નામ જાણીને તમે પણ રહી જશો આશ્ચર્યચકિત

 | 4:34 pm IST

WWEનો જાદૂ દરેક લોકોના માથે ચડીને બોલે છે. પોતાના ફેવરેટ સુપરસ્ટારને જીતતો જોઈને લોકો ખુશ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે, રિંગમાં મોટા-મોટા સૂરમાઓને ચિત કરનાર રેસલર દાદાજી બની ચૂક્યા છે. WWEના સુપરસ્ટાર્સ ફેમિલીમેન છે અને તેઓ બધાજ પોતાની પત્ની, ભાઈ-બહેન, બાળકો અને પૌત્ર -પૌત્રીઓ સાથે રહે છે. કેટલાક નામ તો એવા પણ છે, જેને જોઈને તમે પણ હેરાન રહી જશો. અમે તમને એવા જ કેટલાક સુપરસ્ટાર્સ વિશે જણાવી રહ્યાં છે.

રિક ફ્લેયર: ‘નેચર બોય’ના નામથી ફેમસ રિક ફ્લેયર 68 વર્ષનો છે. તેને ચાર લગ્ન કર્યા છે અને તેમના ચાર બાળક છે, તેમાંથી તમેના એક બાળક પુત્ર રીડની કેટલાક વર્ષો પહેલા મોત થઈ ગઈ છે. બે અન્ય ડેવિડ ફ્લેયર અને મીગન ફ્લેયર છે. 16 વર્ષ વિશ્વ વિજેતા રહેલ રિક ફ્લેયરની પુત્રી શારલેટ પણ WWEની સુપર સ્ટાર છે.

Ric Flair
Ric Flair

રિકીશી: આ પહેલવાનને તમેના મોટા-મોટા બમ્પના કારણે વર્ષ 2015માં WWEના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ 51 વર્ષીય રિકીશી પણ દાદાજી બની ચૂક્યો છે. તેઓ હાલના સ્મેકડાઉનના ટેગ ટીમ ચેમ્પિયન્સ ‘જિમ્મી અને જે’ના પિતા છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે, તેમના બીજા પણ બે બાળકો અને 4 પૌત્ર-પૌત્રીઓ છે. એવું પણ હોઈ શકે છે કે, આ લોકો પણ WWEમાં પોતાના પરિવારની પરંપરાને આગળ વધારશે.

rikishi

સ્ટોન કોલ્ડ સ્ટીવ ઓસ્ટિન: જીત બાદ બિયર પીનાર સ્ટોન કોલ્ડ પણ દાદજી છે. WWEના સૌથી ફેમસ રેસલર ગણાતો સ્ટોનકોલ્ડના પણ ત્રણ લગ્ન તુટી ગયા છે. તેમને ચોથા લગ્ન કર્યા છે. 52 વર્ષના સ્ટોન કોલ્ડને 3 બાળકો અને 1 પૌત્ર છે.

Wendy's Brings #bbq4Merica With Actors Alfonso Ribeiro And Ralph Macchio, And Pro Wrestling Hall Of Famer Steve Austin

ડેવ બટીસ્ટા: ડેવ બટીસ્ટા પણ નાનાજીની પદવી મેળવી ચૂક્યો છે. ધ એનિમલ નામથી ફેમસ બટીસ્ટાએ ત્રણ લગ્ન કર્યા છે. તેમના બે પુત્ર છે અને એક પુત્રી છે, તેમની પુત્રીને પણ બે બાળકો છે.

gTOioEz7

બ્રોક લેસનર: આ નામ સાંભળીને તમે ચોકી જ ગયા હશો, પરંતુ 39 વર્ષના બ્રોક લેસનર પણ નાનાજી બની ગયો છે, પરંતુ તે સાવકા, બ્રોક લેસનરે સેબલથી વર્ષ 2006માં લગ્ન કર્યા છે, જેમને પહેલા કરેલા પૂર્વ લગ્નથી એક પુત્રી છે. આને પણ એક બાળક છે. જેથી લેસનર આટલી નાની ઉંમરમાં નાનાજી બની ગયો છે.

brock-lesnar