ભગવાન શિવ આ ત્રણ રાશિઓ પર સૌથી વધારે કૃપા વરસાવે છે - Sandesh
  • Home
  • Astrology
  • ભગવાન શિવ આ ત્રણ રાશિઓ પર સૌથી વધારે કૃપા વરસાવે છે

ભગવાન શિવ આ ત્રણ રાશિઓ પર સૌથી વધારે કૃપા વરસાવે છે

 | 6:50 pm IST

બધી 12 રશિઓમાં કેટલીક રશિઓ એવી છે કે જેના પર ભગવાન શંકર તેમની ખાસ કૃપા રાખે છે. શું તમે જાણો ભગવાન શિવની સૌથી પ્રિય રાશિ કઇ છે. આ રાશિના લોકોએ દરેક સોમવારે શિવ મંદિર જઇ શિવલિંગ પર જલ અભિષેક કરવો જોઇએ.

વૃષભ – આ રાશિના જાતકોમાં મંગળ ઘણો જ સારો હોય છે. વૃષભ રાશિના લોકો ભગવાન શિવના સ્વરૂપના ઘણા નજીક હોય છે. આ રાશિના લોકો ગમે તેવા દુઃખ કે સુખમાં હંમેશાં ભગવાન શિવનું જપ કરતા રહે છે. તેથી ભગવાન શિવ તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે. આ રાશિના લોકોએ દરેક સોમવારે શિવમંદિર જઇ શિવલિંગ પર જળ અભિષેક જરૂર કરવો જોઇએ.

કર્ક – વૃષભ પછી કર્ક રાશિ પર ભગવાન શિવ બહુ મહેરબાન હોય છે. આ રાશિના લોકો ભગવાન શિવની ભક્તિમાં હંમેશા લીન રહે છે. આ રાશિના લોકો ભગવાન શંકરનું કોઇપણ વ્રત અથવા તહેવારો પર ઉપવાસ રાખવાનું ભુલતા નથી.

મકર – આ રાશિના જાતકો ભગવાન શિવની સૌથી વધુ નજીક હોય છે. આ લોકો પર આવનારી મુશ્કેલીઓનો અંત ભગવાન શિવ સ્વયં કરે છે. જીવનની દરેક બાબતોમાં આ લોકો ભગવાન શિવનું નામ લેવાનું ભૂલતા નથી. તેથી જ ભગવાન શિવની કૃપા સદાય બની રહે છે. સોમવારના દિવસે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી વધુ લાભ થાય છે.