They Remove Ventilator...Video Of Covid-19 Patient Selfie video before die
  • Home
  • Corona live
  • મરતા પહેલાં Covid-19ના દર્દીએ Videoમાં કહ્યું- પપ્પા હું શ્વાસ નથી લઇ શકતો…

મરતા પહેલાં Covid-19ના દર્દીએ Videoમાં કહ્યું- પપ્પા હું શ્વાસ નથી લઇ શકતો…

 | 2:21 pm IST

હું શ્વાસ નથી લઇ શકતો…તેમણે વેન્ટીલેટર હટાવી દીધું છે…બાય ડેડી બાય…હૈદ્રાબાદનો આ વિચલિત કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એક 34 વર્ષના શખ્સનો છે જે છેલ્લાં શ્વાસ લેતા પહેલાં પોતાના પિતાની પાસે મદદ માંગી રહ્યો છે. શખ્સના પિતાએ કહ્યું કે લગભગ 10 પ્રાઇવેટ હોસ્પિટલે દાખલ કરવાની ના પાડ્યા બાદ બુધવારના રોજ સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ હોસ્પિટલ પ્રશાસનની ઘોર બેદરકારી સામે પ્રશ્ન ઉભા થયા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં શખ્સ કહી રહ્યો છે કે હું શ્વાસ લઇ શકતો નથી..જ્યારે મેં કેટલીય વખત કહ્યું પરંતુ છેલ્લાં ત્રણ કલાકથી મને ઓક્સિજન મળ્યો નથી. ડેડી હવે હું વધુ શ્વાસ લઇ શકતો નથી. એવું લાગી રહ્યું છે કે મારું હૃદય હવે થોભી ગયું છે…બાય ડેડી, બાય ટુ ઓલ ડેડી. આ વીડિયોને શેર કરતાં લોકો કોરોના દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે આવી રહેલી મુશ્કેલીઓ પર ધ્યાન આપવાની વાત કહી રહ્યા છે.

અંતિમ સંસ્કાર બાદ જોયો વીડિયો

રિપોર્ટસના મતે આ વીડિયો હોસ્પિટલમાં મોતના એક કલાક પહેલાં રેકોર્ડ કરાયો છે. શખ્સના પિતા એ એક ન્યૂઝ વેબસાઇટને કહ્યું કે મારો દીકરાએ મદદ માંગી પરંતુ કોઇએ તેની મદદ ના કરી. મેં આ વીડિયો અંતિમ સંસ્કાર બાદ જોયો. મારા દીકરા સાથે જે થયું એ બીજા કોઇની સાથે ના થવું જોઇએ. મારા દીકરાને ઓક્સિજન આપવાની કેમ ના પાડી દીધી? શું કોઇને આપી દેવાયો હતો..જ્યારે હું વીડિયો જોઉં છું તો મારું હૃદય ફાટી જાય છે.

કોરોનાથી મોતની વાત પણ પછી ખબર પડી

પરિવારે એ દિવસે મૃતકના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. બીજા દિવસે મૃતકના પિતાને કોરોના રિપોર્ટ લેવા માટે હોસ્પિટલમાંથી ફોન આવ્યો. હોસ્પિટલ જઇને જ્યારે રિપોર્ટ લીધો તો ખબર પડી કે મોત કોવિડ-19થી થયું હતું. રિપોર્ટ આવ્યા બાદ માતમની વચ્ચે પરિવારજનોને હવે નવી ચિંતા સતાવા લાગી છે કે કારણ કે તમામ લોકો મૃતકના સંપર્કમાં આવી ચૂકયા છે. મૃતકના પિતા એ આરોપ મૂકયો કે તેમને ટેસ્ટ રિઝલ્ટ મોડા મળ્યું અને હોસ્પિટલ ત્યાં સુધી મૃતદેહ પરિવારને હેન્ડઓવર કરી ચૂકયું હતું. તેમણે કહ્યું કે પરિવારમાં કોઇનો પણ ટેસ્ટ થયો નથી.

આ વીડિયો પણ જુઓ: સુરત- કોવિડ હોસ્પિટલમાં બેદરકારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન