અંજારઃ તસ્કરોને જોઈ ગયેલા પાડોશીએ હિંમત દર્શાવી તો ચોરે છરીથી લઈ લીધો જીવ - Sandesh
  • Home
  • Bhuj
  • અંજારઃ તસ્કરોને જોઈ ગયેલા પાડોશીએ હિંમત દર્શાવી તો ચોરે છરીથી લઈ લીધો જીવ

અંજારઃ તસ્કરોને જોઈ ગયેલા પાડોશીએ હિંમત દર્શાવી તો ચોરે છરીથી લઈ લીધો જીવ

 | 4:48 pm IST

અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલી શાંતિધામ સોસાયટીમાં રાત્રિનાં બે શખ્સો ચોરી કરવાના ઇરાદે બંધ મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે પાછળ આવેલા ઘરમાં રહેતા યુવાનને જાણ થતાં દરવાજો બંધ કરી અને રાડારાડ કરી મૂકી હતી. ત્યારે તસ્કરોએ તાબડતોબ બહાર નીકળી આગળનો ગેટ તોડી નાખ્યો હતો અને અગાસી પરથી પાછળની ગલીમાં ઉતરી ગયા હતા. દરમિયાન ગલીમાં ઊભેલા યુવાને બન્નેને પકડવાની કોશિષ કરતા ઝપાઝપી કરી હતી. જેમાં આરોપીઓ યુવાનને પેટ, છાતીમાં ઉપરા છાપરી છરીના પાંચ ઘા ઝીંકી કપરીણ હત્યા કરી નાસી છૂટ્યાં હતા.

અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ રાત્રિનાં 3.15 વાગ્યાના અરસામાં આ ચકચારી ઘટના ઘટી હતી. મૂળ રાજસ્થાન અને હાલે તાલુકાના વરસામેડી સીમમાં આવેલી શાંતિધામ સોસાયટીમાં ભીખારામ પુર્ણારામ જાટ (ઉ.વ.40) જેઓ રાત્રિનાં ઘરમાં સૂતા હતા. દરમિયાન પાણી પીવા જાગી જતાં તેમના મકાનની પાછળ આવેલા મોહસીનભાઈના ઘની લાઈટ ચાલુ હતી. જેથી તેમાં ડોકિયું કરતાં શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી. પરિણામે ભીખારામે પાછળની ગલીમાં જઈ દરવાજો બંધ કરી નાખ્યો ત્યારબાદ રાડારાડ કરી હતી.

યુવાનને રાડારાડ કરી મૂકતાં તસ્કરો નાસી છૂટ્યાં હતા. પરંતુ દરવાજો બંધ પડતાં આગળનો ગેટ તોડી તસ્કરો સીડી પરથી અગાસી ઉપર ચડી ગયાહતા અને પાછળની ગલીમાં ઊભેલા ભીખારામએ બંને ઘરબોચી લેતાં ઝપાઝપી થઈ હતી. જેમાં આરોપીઓએ ભીખારામને પેટમેાં છાતીમાં ઉપરા છાપરી છરીનાં પાંચ ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી આરોપી પલાયન થઈ ગયા હતા. ભીખારામની રાડારાડથી આસપાસમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા.

પગલાં રોડ પાસે અદ્રશ્ય થઈ ગયા
હત્યાના ચકચારી બનાવ અંગે અંજાર પીઆી એમ.ડી. ચન્દ્રવાડિયાનો સંપર્ક સાધતા તેણે જણાવ્યું હતું કે, ડો ક્વાર્ડ, એફએસએલ સહિતની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ પગીની મદદથી તપાસ ધરવામાં આવી છે. ઘટના સ્થળેથી હત્યારાઓના પગના નિશાન મળી આવ્યા હતા. પરંતુ રોડ શરૂ થતાં પગલાં અદ્રશ્ય થઈ ગયા હતા.

હત્યારાઓ રેકી કરી ગયા હતા
વરસામેડી સીમમાં આવેલી શાંતિધામ સોસાયટીમાં રહેતા મોહસીનભાઈ મોટા ભાગે બહાર રહેતા કોઈ તેમનું મકાન બંધ રહેવું હતું. ત્યારે આ તકનો લાભ લઈ હત્યારાઓએ અગાઉ રેકી કરી ચોરી કરવા આવ્યા હોવાનું અનુમાન પોલીસ દ્વારા લગાડવામાં આવી રહ્યું છે. લોહીલુહાણ કણસતા યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તે પહેલાં તેમણએ ઘટનાસ્થળે જ દમ તોડી દેતાં ચકચાર મચી ગઈ હતી. હત્યાના હિચકારા બનાવ બાદ અંજાર પોલીસને બનાવની જાણ કરાતાં પીઆઈ એમ. ડી. ચન્દ્રવાડિયા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ મૃતકના ભાણેજ હનુમાનરામ ક્રિષ્ણારામ જાટની ફરિયાદ પરથી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.