Thief kisses old woman on forehead while robbing store. Viral video
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: એક દયાળુ ચોર! સ્ટોરના માલિકનું કંઈ વધવા ન દીધું અને વૃદ્ધ મહિલા પાસેથી કંઈ ન લીધું!

VIDEO: એક દયાળુ ચોર! સ્ટોરના માલિકનું કંઈ વધવા ન દીધું અને વૃદ્ધ મહિલા પાસેથી કંઈ ન લીધું!

 | 4:05 pm IST

એક વૃદ્ધ મહિલા બ્રાઝિલમાં તેના ઘરની નજીક એક ફાર્મસીની મુલાકાત લઈ રહી હતી અને તેના નસીબ ખરાબ કે તે જ સમયે બે લૂંટેરાઓએ સ્ટોર પર હુમલો કર્યો. પરંતુ ત્યારબાદ બનેલી ઘટનાએ બધાને ચોંકાવી દીધા. મહિલાએ સામેથી ચોરને ઓફર કરી અને હોય એટલા પૈસા આપવા માટે હાથ આગળ કર્યો. તેનો સાથી કર્મચારી કેશ કાઉન્ટર પર લૂંટી રહ્યો હતો.

જો કે લૂંટેરાએ મહિલા પાસેથી પૈસા સ્વીકારવાની ના પાડી હતી અને તેના બદલે તેના કપાળ પર કિસ કરી હતી. મંગળવારે બપોરે બનેલી આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સીસીટીવી ફૂટેજમાં લૂંટેરો વૃદ્ધ મહિલાને ગળે લગાડી તેના કપાળ પર ચુંબન કરતો જોઈ શકાય છે. તેની સાથે કંઈક વાત પણ કરી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. એક અહેવાલમાં ફાર્મસીના માલિક સેમ્યુઅલ અલ્મિડાએ બ્રાઝિલના આઉટલેટ સાથે વાત કરી હતી. ઘટના અંગે જણાવ્યું હતું કે મહિલા લૂંટેરા પાસે પહોંચી. તેણીએ તેને પૈસા આપ્યાં પણ તેણે ના પાડી અને કહ્યું, “ના, મેમ. તમે શાંતથી ઉભા રહો. મારે તમારા પૈસા નથી જોઈતા.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન