thief left letter to deputy collector house in dewas why-did-put-lock
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પૈસા નહોતા તો તાળુ કેમ માર્યુ કલેક્ટર!, ચોરનો પત્ર વાયરલ

પૈસા નહોતા તો તાળુ કેમ માર્યુ કલેક્ટર!, ચોરનો પત્ર વાયરલ

 | 9:53 am IST
  • Share

  • MPના દેવાસમાં ચોરનો પત્ર સોશિયલ મીડિય પર વાયરલ
  • પત્રમાં ચોરોએ લખ્યુ કે પૈસા ન હતા તો તાળુ કેમ માર્યુ
  • ચોરોના હાથમાં કંઇ ન આવતા આપી દીધી સલાહ

 

MPના દેવાસ જિલ્લામાં ચોરીની એક વિચિત્ર ઘટના ચર્ચાના ચકડોળે ચડી છે. કેટલાક કિસ્સાઓ એવા બન છે જેને સાંભળીને જ આપણને હસવુ આવે. SDMના ઘરમાં ચોર ચોરી કરવાના ઇરાદે આવી ગયા હતા પરંતુ ચોરોના હાથમાં કંઇ આવ્યુ નહી. આ પછી, ચોરે SDM ઘરમાં એક પત્ર છોડી દીધો છે, જેમાં ચોરે લખ્યું છે કે જ્યારે પૈસા નહોતા ત્યારે કલેક્ટર તમે તાળું કેમ લગાવ્યું. આ પત્ર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

રાત્રે કેટલાક ચોરોએ સિવિલ લાઇન્સમાં આવેલા ડેપ્યુટી કલેકટરના ઘરને નિશાન બનાવ્યું હતુ. જ્યારે ચોરો ઘરમાં ચોરી કરવા લાયક કંઈ શોધી શક્યા નહી, ત્યારે બદમાશો નાયબ કલેકટરને પત્ર લખીને ચાલ્યા ગયા. તેમાં લખ્યું હતું કે પૈસા ન હોય ત્યારે કલેક્ટરે તાળું મારવું ન જોઇએ.

આ ચોર ઘટનાને અંજામ આપવા માટે સિવિલ લાઇન્સ પર સ્થિત ખાટેગાંવ SDM (ડેપ્યુટી કલેકટર) ત્રિલોચન ગૌરના સરકારી ઘરમાં પહોંચ્યા હતા. ગૌર હાલમાં દેવાસની ખાટેગાંવ તહસીલના SDM છે અને લગભગ 15 દિવસથી દેવાસ સ્થિત તેમના ઘરે આવ્યા ન હતા. જ્યારે તે ગઈ કાલે રાત્રે આવ્યો ત્યારે તેમણે જોયું કે આખું ઘર વેરવિખેર હતું અને કેટલીક રોકડ અને ચાંદીના દાગીના ગાયબ હતા. જેની તેણે પોલીસને જાણ કરી હતી.

તપાસ દરમિયાન ઘરમાં ચોરોએ લખેલો પત્ર મળ્યો હતો. આ ચોરોની ભાવના જોઈને તમે સમજી શકો છો કે તેઓ અધિકારીને પત્ર લખીને કેવી રીતે સલાહ આપી રહ્યા છે. જોકે, આ મામલે અધિકારીઓ કેમેરા સામે કંઈપણ બોલવાથી દૂર રહ્યા છે. તે જ સમયે, પોલીસે અજાણ્યા ચોર સામે કેસ નોંધ્યો અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો