ગણતરીના સમયમાં ચોર ટોળકી લાખોની ઘડિયાળ ચોરીને છૂ થઈ, દેખાયા CCTVમાં - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ગણતરીના સમયમાં ચોર ટોળકી લાખોની ઘડિયાળ ચોરીને છૂ થઈ, દેખાયા CCTVમાં

ગણતરીના સમયમાં ચોર ટોળકી લાખોની ઘડિયાળ ચોરીને છૂ થઈ, દેખાયા CCTVમાં

 | 4:26 pm IST

સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલી વર્લ્ડ ઓફ ટાઈટન્સના ઘડિયાળાના શો રૂમને રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. પોતાના ચહેરો છુપાવવા માટે બુકાની બાંધી શો રૂમમાં પ્રવેશેલા તસ્કરોએ શો રૂમમાંથી લાખો રૂપિયાની ઘડિયાળ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે, શો રૂમમાં લગાવેલા સીસીટીવીમાં તસ્કરો કેદ થઈ ગયા હતા. જેથી પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સીસીટીવીમાં કેદ થઈ ગયેલા તસ્કરો શો રૂમમાં કાચના બોક્સમાં રહેલી ઘડિયાળો બોક્સ તોડીને એક બેગમાં પેક કરે છે. દરમિયાન કાઉન્ટર પાસે બે ચોર વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોવાનું પણ સીસીટીવીમાં નજરે પડે છે. ત્યારબાદ લોખોની ઘડિયાળો ચોરી કરી ફરાર થઈ જાય છે. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશની રાત્રિના સમયે કરવામાં આવતી નાઈટ પેટ્રોલિંગની પોલ ખુલ્લી પાડી છે.