Thieves Discard Packages On Railway Tracks After Looting Valuables
  • Home
  • Top News
  • ટ્રેન પર ચઢીને લૂંટી રહ્યા છે ઓનલાઈન પ્રોડક્ટ્સ, જુઓ વીડિયો

ટ્રેન પર ચઢીને લૂંટી રહ્યા છે ઓનલાઈન પ્રોડક્ટ્સ, જુઓ વીડિયો

 | 5:30 pm IST
  • Share

  • ડિલિવરી પહેલા થઈ જાય છે ગાયબ ઓનલાઈન ઓર્ડર કરેલી વસ્તુ

  • અમેરિકાના લોસ એન્જલસમાં આવી ચોરીની ઘટનાઓ વધી

  • શહેરના સિટી સેન્ટર નજીક એક ટ્રેક પરથી મળી આવ્યા કંપનીઓના ટેગ


અમેરિકામાં અધિકારીઓ માટે એમેઝોન અને અન્ય કુરિયર પેકેજોની ચોરીની ઘટનાઓ ચિંતાનું કારણ બની છે. જ્યારે પાર્સલ ઓનલાઈન ઓર્ડર કરનારા લોકોના ઘરના દરવાજા પરથી ગાયબ થઈ જતા હોય, ત્યારે રસ્તામાં તેમની ચોરી થવી એ અધિકારીઓ માટે વધુ મુશ્કેલી પેદા કરી રહ્યું છે.

અમેરિકાના લોસ એન્જલસમાં આવી જ ચોરીની ઘટનાઓ વધી ગઈ છે. ચોરો મોટાભાગે ઓનલાઈન ઓર્ડર કરાયેલ ઉત્પાદનોને નિશાન બનાવે છે. ઓર્ડર લોકો સુધી પહોંચે તે પહેલા જ ચોરાઈ જાય છે. ઉપરાંત, સામાન બહાર કાઢ્યા પછી, તેઓ તેમના પેકેટ અને કાર્ડ રેલવે ટ્રેક પર ફેંકી દે છે. દરરોજ ડઝનેક ડિલિવરી વાહનોમાં ચોરો દ્વારા ચોરી કરવામાં આવે છે. આ ઘટના બાદ ઘટના સ્થળનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં વાયરલ થઇ ચુક્યો છે. 

આવી ઘણી કંપનીઓના ટેગ શુક્રવારે શહેરના સિટી સેન્ટર નજીક એક ટ્રેક પર ફેંકવામાં આવ્યા હતા. આમાં Amazon, Target, UPS અને FedEx જેવી કંપનીઓના પેકેટ્સ અને ટેગ્સનો સમાવેશ થાય છે. તાજેતરના સમયમાં આવા અનેક ચોરીના કિસ્સાઓ સામે આવ્યા છે. જ્યાં સુધી માલગાડીઓ પાટા પર ઉભી ન રહે ત્યાં સુધી ચોરો રાહ જુએ છે. જેવી ગાડી ઉભી રહે કે તરત જ ચોરો કાર્ગો કન્ટેનર પર ચઢી જાય છે. બોલ્ટ કટરની મદદથી તેમના તાળાઓ સરળતાથી તોડી નાખે છે અને પછી તેઓ ચોરીની ઘટનાને અંજામ આપે છે. ચોરો એવી પ્રોડક્ટ્સ નથી લઈ જતા કે જેને લઈ જવું અથવા ફરીથી વેચવું મુશ્કેલ હોય અથવા ખૂબ સસ્તા હોય. જેમ કે કોવિડ-19 ટેસ્ટ કીટ, ફર્નિચર અથવા દવાઓ ચોર નથી લઈ જતા.

રેલ ઓપરેટર યુનિયન પેસિફિકે ડિસેમ્બર 2020થી લોસ એન્જલસ કાઉન્ટીમાં ચોરીઓમાં 160 ટકાનો વધારો જોયો છે. સ્થાનિક અધિકારીઓને લખેલા એક પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબર 2020ની સરખામણીમાં માત્ર ઓક્ટોબર 2021માં જ 356 ટકાનો વધારો જોવા મળ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે લૂંટ, ચાલતી ટ્રેનમાં ફરજ બજાવતા કર્મચારીઓ પર હુમલા અને લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે.

અહેવાલોમાં જણાવેલા આંકડાઓ અનુસાર, લોસ એન્જલસ કાઉન્ટીમાં 2021ના ​​છેલ્લા ત્રિમાસિક ગાળામાં દરરોજ સરેરાશ 90થી વધુ કન્ટેનરમાં તોડફોડ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ અને સુરક્ષા એજન્ટોએ 2021ના ​​છેલ્લા ત્રણ મહિનામાં યુનિયન પેસિફિક ટ્રેનોમાં ચોરી અને તોડફોડના આરોપમાં 100થી વધુ લોકોની ધરપકડ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો