Thieves stole millions of rupees from the bank's ATM at Godhra in Gujarat
  • Home
  • Baroda
  • ગોધરા: બેંકના ATMમાંથી તસ્કરો લાખોની ચોરી કરી થયા ફરાર, ઘટના CCTVમાં કેદ

ગોધરા: બેંકના ATMમાંથી તસ્કરો લાખોની ચોરી કરી થયા ફરાર, ઘટના CCTVમાં કેદ

 | 10:55 am IST

ગોધરા શહેરના નવા બજાર વિસ્તરામાં આવેલ પંચમહાલ ડિસ્ટ્રીક કોઓપરેટીવ બેન્કનું ATM કટર દ્વારા કાપી તસ્કરો ઉઠાવી ગયા હોવાની હકીકત સામે આવી છે. ચોરીને અંજામ આપી રહેલ ત્રણ જેટલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા છે. ગોધરા નવાબજાર વિસ્તારમાં આવેલ પીડીસી બેન્કના એટીએમનું આખુ કેશ બોક્સ ગેસકટર વડે તસ્કરોએ કાપી કેશ બોક્સ સાથે 2.54 લાખની મતાની ઉઠાંતરી કરી જતા ચકચાર મચી જવા પામી છે. રાત્રીના અઢી વાગ્યાના અરસામાં પીકઅપ વાન સાથે આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર ગોધરા નવા બજાર વિસ્તારમાં આવેલ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેન્કની શાખા અને એટીએમ પણ આવેલ છે. આ એટીએમ કાર્યરત છે. અત્રે સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી એલાર્મ સિસ્ટમ પણ બેસાડવામાં આવી છે.

જો કે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યો નથી. રાત્રીના સમયે એટીએમનું શટર રોજીંદી ચકાસણી દરમિયાન બંધ જોવાયુ હતું. જેથી બેન્કના કર્મચારીઓ દ્વારા એટીએમમાં તપાસ કરતાં અંદરથી એટીએમનું કેશ બોક્સ જ ગાયબ જોવાયુ હતું અને સસીટીવી કેમેરા- એલાર્મ સિસ્ટમના પણ કનેકશન કાપેલા જોવાયા હતા. જેથી બેન્કના મેનેજર રશેષ શાહને જાણ કરવામાં આવતા તેઓએ દોડી જઇ પોલીસને જાણ કરી હતી.

કેશ બોક્સ સાથે ચોરી કરવા આવેલા તસ્કરો પીકઅપ વાન ગાડી સાથે સીસીટીવી કેમેરામાં કંડારાયા છે. શહેરના અવર- જવરવાળા વિસ્તારમાં તસ્કરોએ જાણે ખુલ્લા પડકાર સાથે તસ્કરીને અંજામ આપ્યો છે. એટીએમમાં ચોરી થયાની જાણ થતાં જ લોકોટોળા એકત્રીત થયા હતા. બનાવ અંગે પોલીસે સીસીટીવી ચકાસણી કરી વધુ તપાસ હાથ ધરી એફએસએલ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદ લીધી છે.

ખૂફીયા કેમેરામાં ચોરની ગતિવિધિઓ કેદ થઇ

પીડીસીના એટીએમમાં ચોરી કરતા પૂર્વે તસ્કરોએ કેમેરા અને એલાર્મ સિસ્ટમને કાપી નાંખી હતી. પરંતુ અન્ય ખૂફીયા કેમેરામાં ચોરની ગતિવિધિઓ કેદ થઇ છે. પોલીસે પીકઅપ વાનનો નંબર જાણવા અન્ય ફુટેજ પણ ચકાસણી હાથ ધરી છે.

તસ્કરોને કેશ બોક્સની જાણકારીની શક્યતા

એટીએમમાં ચોરી કરવા આવેલા તસ્કરો કેશ બોક્સ અંગેની જાણકારી ધરાવતા હોવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી. કારણ કે તસ્કરોએ ભેજાબાજી વાપરી પ્રથમ અંદર પ્રવેશી એટીએમનું શટર બંધ કરી દીધુ હતું. જેના બાદ ગેસ કટર વચ્ચે પોતાની પ્રવૃત્તિને અંજામ આપી કેશ બોક્સવાળો આખો ભાગ જ ચોરી ગયા છે.

શહેરમાં કેટલાંય એટીએમ ગાર્ડ વિહોણાં

ગોધરા શહેરમાં કેટલાય એટીએમ રાત્રીના સમયે સિક્યુરિટી ગાર્ડ વિહોણા જોવા મળે છે. કેટલાક રાત્રીના સમયે બંધ રાખવામાં આવે છે. જેથી તસ્કરો તમામ સ્થિતિની અગાઉથી જ રેકી કર્યા બાદ પીડીસી બેન્કના એટીએમ ચોરીને અંજામ આપ્યો હોવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.