Things like straightening damage and keeping attention
  • Home
  • Fashion & Beauty
  • સ્ટ્રેટનિંગથી થતું નુકસાન અને ધ્યાન રાખવા જેવી બાબત

સ્ટ્રેટનિંગથી થતું નુકસાન અને ધ્યાન રાખવા જેવી બાબત

 | 11:46 am IST

હેર ટિપ્સ :- હેતા પટેલ

મોટાભાગની ગર્લ્સમાં હેર સ્ટ્રેટ કરવાનો શોખ વધી રહ્યો છે. જો તમે પણ હેર સ્ટ્રેટનિંગ કરવાનું વિચારી રહ્યાં છો. તો હેર સ્ટ્રેટનિંગ ન કરાવો, કારણ કે વાળને સીધા કરવામાં આવતા કેમિકલ પ્રોડક્ટ ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. જો હેર સ્ટ્રેટ કરવાનો શોખ હોય તો સ્ટ્રેટનિંગ કરતાં પહેલાં ધ્યાન રાખવાની બાબતો તથા તેનાથી થતા નુકસાન વિશે પણ જાણવું જરૂરી છે.

વાળ વધુ ડ્રાય બની જશે

સ્ટ્રેટનિંગ કરવાથી વાળ ડ્રાય થઈ જાય છે. હેર સ્ટ્રેટનરનો વધુ પડતો ઉપયોગ કરવાથી વાળમાં રહેલું નેચરલ ઓઇલ ઘટતું જાય છે, તેથી વાળ વધારે ડ્રાય બને છે.

વાળમાં વધારે પડતી ગૂંચ

સ્ટ્રેટનિંગથી વાળ ડ્રાય બને છે, અને શુષ્ક બનેલા વાળ વારંવાર ગુંચવાઈ જાય છે. જો પરમેનેન્ટ સ્ટ્રેટનિંગ કરાવશો તો થોડા સમય બાદ તમારા વાળ સ્ટ્રેટ કેટેગરીમાં પણ નહીં રહે અને કર્લી કેટેગરીમાં પણ નહીં રહે.

વાળ તૂટવા લાગશે

સ્ટ્રેટનિંગ કર્યા બાદ વાળ તૂટવાની સમસ્યા વધતી જણાશે. વાળ આર્ટિફિશિયલ રીતે સ્ટ્રેટ કરવાના કારણે વાળની લટ નબળી બને છે, અને સરળતાથી વાળ તૂટી જાય છે.

ખંજવાળની સમસ્યા

જરૂરથી વધારે કેમિકલ અને સ્ટાઇલિંગ ટૂલ્સનો ઉપયોગ કરવાના કારણે તેની વિપરીત અસર ત્વચા પર થાય છે. સ્ટ્રેટનિંગના કારણે હેર ફોલિકલને નુકસાન પહોંચે છે. જેના કારણે નેચરલ ઓઇલ રહેતું નથી. સ્કાલ્પમાં વધારે પડતી ડ્રાયનેસ આવવાથી ખંજવાળની સમસ્યા અને ડેન્ડ્રફની સમસ્યા પણ ઊભી થાય છે.

ધ્યાન રાખો

હેર સ્ટ્રેટનર યુઝ કરતાં પહેલા વાળમાં હીટ પ્રોટેક્ટર અચુક લગાવો. તેનાથી વાળ ડેમેજ થતા અટકશે. વાળ દરરોજ સ્ટ્રેટ કરવાના બદલે હીટ ટૂલનો ઉપયોગ અઠવાડિયામાં ૨ જ વાર કરો. તેના વધારે ઉપયોગથી વાળને નુકસાન થઈ શકે છે. ભીના વાળમાં સ્ટ્રેટનરનો ઉપયોગ બિલકુલ ન કરો અને સ્ટ્રેટનરનો ઉપયોગ કરતી વખતે ટેમ્પરેચરને લો કે મીડિયમ સેટિંગ પર રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન